________________
પાપ શુદ્ધિળી પ્રક્રિયા
ભાર ભર્યા હોય, ફૂડ નિંદણ કર્યા હોય ખાતરનો સોડ કર્યો હોય, ઢોર ચારવાના સેઢા કાઢ્યા હોય, શેરડીના વાઢ પીલ્યા પીલાવ્યા હોય, કપાસ લોઢાવ્યા હોય, માળીના ભવે રોપ રોપ્યા -રોપાવ્યા હોય, ફળ-ફુલ તોડ્યા હોય, ભાડભૂંજાના ભવે ધાન્યભંજ્યા હોય, કંદોઈના ભવે રાતદિવસ ભઠ્ઠીઓ સળગાવી આરંભ કર્યો હોય, બેકરીનો ધંધો કર્યો હોય, રંગારાના ભાવે રંગણ પાસ લાગવા માટે અગ્નિનો આરંભ કર્યો હોય, ખાણીયાના ભાવે ખાણો ખોદી ખોદાવી હોય, સુતારના ભવે ઝાડ કાપ્યા - કપાવ્યા હોય, લૂંટારાના ભાવે લૂંટફાટ કરી હોય, ધાડ પાડી હોય, વેશ્યાના ભવે જાર કર્મ કર્યા હેય, કૂટણ ખાના રાખ્યા હોય, સૂયાણીના ભવે સુવાવડ-કાર્ય કર્યા હોય, ગર્ભ ગળાવ્યા હોય, રાજાના ભવે અનેક ખૂનખાર યુધ્ધ કર્યા હોય, પ્રજા ઉપર જુલમ ગુજાર્યો હોય, જોષીના ભાવે પાપનિમિત્ત પ્રકાશ્યાં હોય, વૈદ્ય, ડોક્ટરના ભવે હિંસા થાય તેવી દવાઓ બનાવી હોય, પ્રાણીઓને ઉકાળી તેલ કે ચરબી કઢાવ્યા હોય, પૈસાના લોભે રોગ લંબાવી કોઈને રિબાવ્યા હોય, ગર્ભપાત કર્યા હોય, કરાવવાની સલાહ આપી હોય, પૈસાના લોભથી મનુષ્યના અંગોનો વ્યાપાર કર્યો હોય, વ્યાપારીના ભવે જિન, મિલ, પ્રેસ, કોલસાની ખાણ ફૂડતેલ કેરોસીનના કૂવા શસ્ત્રો બનાવવાના યંત્રો વિગેરે મહાઆરંભના કારખાના ખોલ્યા હોય, કડ-કપટ કે વિશ્વાસઘાત કર્યો હોય, ખલાસીના ભવે જળચરજીવોની ઘાત કરી હોય, સ્ત્રીનાભવે શોક્ય કે ઓરમાન બાળકોની ઘાત ચિંતવી હોય, હિંસક જીવ સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, શ્વાન, બિલાડા, સકરા, સમળી, સર્પ, ગરોડી, કરોડીયા, વિંછી ઈત્યાદિક ભવે જીવહિંસા કરી હોય, વકીલ, ડોક્ટર, કોન્ટ્રાક્ટર, વૈજ્ઞાનિક, ઈન્જિનિયર આદિ ભવમાં જીવહિંસા કરી હોય, ગરીબોને લૂંટ્યા હોય, ખોટી સલાહ આપી હોય, નિર્દોષ લોકોને ફસાવ્યા હોય, સાધુ કે શ્રાવકનાં વ્રત લઈ ભાંગ્યાં હોય, મૂળને ઉત્તરગુણ વિરાધ્યા હોય, ક્રોધ, માન, માયા, લોભ, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, હાસ્ય, રતિ, અરતિ, નિંદા, વિકથા, હઠ, કદાગ્રહ, અને પ્રમાદ વડે, જન્મોજનમ પાપ કર્મોનું ઉપાર્જન કર્યું હોય, તો શ્રી અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ-સાધ્વીજીની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં.
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org