________________
પાપ શદ્ધિની પ્રકિયા
અત્યારે તપ કરીને નિજ સ્વરૂપને પ્રગટ કરવાનો સુઅવસર મને પ્રાપ્ત થયો છે. એકાંતરે આહારની વાસના છૂટી જાય છે. તેનું ફળ સમતા અને આત્મસ્થિરતા છે. છતાં કયારેય મનમાં સંતાપ થયો હોય, ક્લેશ થઈ ગયો હોય, શરીર સુકાઈ જતાં ગ્લાનીભાવ પેદા થયો હોય તો અરિહંત-સિદ્ધની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ્...! | સહજ આનંદના સાગર અનાહારક દશામાં રમતાને ઝૂલતા ઉગ્ર તપસ્વી શાસનપિતા ભગવાન મહાવીર સ્વામીને સમ્યકતપના સેવનમાં ખેદ નથી થયો. એવી વીરપ્રભુની સાધક દશાને ધન્ય છે. મને અધન્ય છે. એવી નિરાભિમાની ભાવના ભાવવી જોઇએ તેવી ભાવના ભાવી ન હોય. માન પ્રશંસા કે શ્લાઘાનું લક્ષ આવી ગયું હોય તો અરિહંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ: તપસ્યા કરતાં દેહ દૂબળો પડી જાય શરીરનું વજન ઘટી જાય હાડકાં ખખડવા લાગે છતાં આત્મા સમતારસથી ભરેલો છે માટે આહાર એ જડ શરીરનો ખોરાક છે. આત્માનો નહીં એવું ધ્યેય હોવા છતાં અશાતા વેદનીયના ઉદયે નબળાઇના કારણે આકૂળતા કે કષાયનો ભાવ થઇ ગયો હોય, તપમાં ઉપયોગ રહ્યો ન હોય, તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...!
અનાહારક ચૈતન્યની રમણતામાં તપના સેવન દ્વારા સમ્યક પુરૂષાર્થની જમાવટ આહારની ઇચ્છાને ટકવા ન દે. છતાં પુરૂષાર્થની કચાશના કારણે આહારની ઇચ્છા થઇ હોય તો મિચ્છામિ દુક્કડં...! અનંતકાળ સુધી આહાર પાણી ન મળે તો પણ અનાહારકપદમાં જ્ઞાતા-દ્રષ્ટા ભાવે ટકવાનું સામર્થ્ય આત્મામાં રહેલું છે એવું ઉચ્ચલક્ષ રાખ્યું ન હોય, વ્યવહાર તપના સેવનના કારણે શુભાશુભની લાગણી વૃત્તિ સબંધી પાપ દોષ લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્.
પારણાના દિવસે ૫/૧૦ મિનિટ અનાહારકપણાની ભાવના ભાવવી જોઇએ તેના બદલે આહારનો સ્વાદ લેવાની આકુળતા થઇ હોય, ઉતાવળ થઇ હોય, પચ્ચકખાણ પાળવાનો ટાઇમ થયા પહેલાં પાળી લીધા હોય, આહાર વાપરતી વખતે હર્ષ-રતિ-અરતિ થઇ હોય, ખેદ કર્યો હોય, સારી વસ્તુની હોંશ કરી હોય, પારણાની વસ્તુ તૈયાર ન થઇ હોય તો મનમાં ક્રોધ આવી ગયો હોય, પ્રતિકૂલ
૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org