________________
પાપ શદ્ધિની પ્રક્રિયા
વ્યાપાર કર્યો હોય કરાવ્યો હોય, મિલ, જિન, પ્રેસ આદિ ચલાવવા માટે રાત દિવસ બોઈલરમાં અગ્નિ સળગાવ્યો હોય ઈત્યાદિક અગ્નિના આરંભ - સમારંભ રૂપ ઈંગલ કર્મ આચર્યા હોય... | લીલાં ઝાડ, પત્ર, ફળ, ફૂલ, મૂળ, કંદ, લોન, ધ્રો આદિ કોઈ પણ જાતની વનસ્પતિનું છેદન - ભેદન કર્યું હોય કે કરાવ્યું હોય, કાછિયા - કઠિયારા - માળીના ધંધા કર્યા હોય કે કરાવ્યા હોય, સુડ - નિંદન કર્યા - કરાવ્યા હોય ઈત્યાદિક કોઈ પણ રીતે વનકર્મ આચાર્યો હોય...
દારૂ - ગળી - ચર્મ વગેરેના સોડ કર્યા હોય, દારૂની ભઠ્ઠી ગાળી કે ગળાવી હોય, જલેબી, હલવા, ઢોકળાં આદિનો આથો કર્યો - કરાવ્યો હોય, અથાણા આથીને રાખ્યાં હોય, ઢોરના છાણ - મૂત્ર આદિનો સડો કર્યો હોય, ખાતર કર્યું હોય, ગોબર ગેસ ઉત્પન્ન કર્યા હોય ચમાર, ડબગર, ચામડિયા આદિના ધંધા કર્યા હોય ઈત્યાદિક સાડિકર્મ આચર્યા હોય.
પોઠીયા, ઉંટ, ઘોડા, ગધેડા, પાડા વિગેરે ભાડા ખાવા માટે રાખી ભાડાકર્મ કર્યા હોય... - પૃથ્વીના પેટ ફોડ્યા - ફોડાવ્યા હોય, કૂવા - તળાવ, હોજ વિગેરે નવાણ ખોધો કે ખોદાવ્યા હોય, ઓડ - સલાટ - ખાણિયા -હાળી આદિના ધંધા કર્યા કરાવ્યા હોય ઈત્યાદિક રીતે ફોડિકર્મ આચર્યા હોય....
દાંત, નખ, કચકડા, ગેંડા આદિનો વ્યાપાર કર્યો કરાવ્યો હોય, ગાય - ભેંસ આદિના હાડકાંનો વ્યાપાર કરી દંતવાણિજ્ય કર્મ આચર્યા હોય.
વાળંદ - ખાટકી વિગેરેના ધંધા કર્યા હોય, દ્વિપદ, ચતુષ્પદના ક્રય -વિક્રય કર્યા હોય, પશુ, પક્ષી કે સર્પ આદિના કેશ - ઉન - પિંછા . ચામડી વિગેરેનો વ્યાપાર કરી કેશવાણિજ્ય કર્મ આચર્યા હોય....
માંસ, મદિરા, તાડી, મધ, માખણ, તેલ, ઘી, રોગાન, ચરબી, ગોળ, સાકર, ખાંડ, દહીં - દૂધ - મુરબ્બા, સરબત, ચાસણી આદિ રસના વ્યાપાર કરી રસ વાણિજ્ય કર્મ આચર્યો હોય...
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org