________________
-
પાપ શુદ્ધિની પ્રક્રિયા
કરી બીજાને છેતર્યા હોય, બીજાને ભય - પરિતાપના ઉપજાવી હોય, કોઈના પર ખોટા કલંક ચઢાવ્યા હોય, ક્રોધથી પોતાની કે બીજની ઘાત ચિંતવી હોય, કામકથા કરી હોય, ફટાકડા ફોડ્યા હોય - ફૂલોના શૃંગાર કર્યા હોય, હોળી પ્રગટાવી હોય, કોઈ પણ પ્રકારનું વ્યસન સેવ્યું હોય, આળસ પ્રમાદ વધાર્યો હોય, છતા યોગે છતી શક્તિએ ધર્માનુષ્ઠાન આચર્યું ન હોય ધર્મ કરતાને અંતરાય પાડી હોય, ધર્મ સાધનોનો ધ્વંસ કર્યો હોય, ઈત્યાદિક અનેક પ્રકારે પ્રમાદાચરણ કર્યું હોય, હિંસાકારી શસ્ત્રો વધાર્યા હોય, બનાવ્યા હોય. હિંસાકારી શસ્ત્રોનો વ્યાપાર કર્યો હોય, મિક્ષચર - ઘરઘંટી - વોશિંગ મશીન - ટી.વી ટેપ - આદિ હિંસાકારી ઈલેક્ટ્રોનિક ઉપકરણ બીજને વાપરવા આપ્યા હોય ઈત્યાદિક રીતે હિંસાપ્રદાન કાર્યો કર્યા હોય, અવિવેકપણે પાપ વ્યાપરનો ઉપદેશ દીધો હોય, - પંદર પ્રકારના કર્માદાનના વ્યાપારનો ઉપદેશ આપ્યો હોય, અથાણાં આથવાનો, શાક સુધારવા, કપડા ધોવા, માટી ખોદવા આદિના અનેક રીતે પાપનો ઉપદેશ આપ્યો હોય.
આર્તધ્યાન - રૌદ્રધ્યાન, પ્રમાદાચરણ, હિંસાપ્રદાન, પાપકારી ઉપદેશ આ ચાર પ્રકારે પ્રયોજન વિના, સ્વાર્થ વિના, કારણ વિના પાપકર્મ બાંધી આત્માને દંડ્યો હોય તે જન્મથી માંડીને આજના દિવસ પર્યત દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી, દેશથી, સર્વથી, દિવસ - રાત્રિ સબંધી આઠ વ્રતમાં જે કોઈ ખંડના વિરાધના થઈ હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં અજાણતાં મન - વચન -કાયાએ કરી દોષ સેવ્યો કે સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંત સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ
દુક્કડં.
IFE
- ૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org