________________
પાપ શુદ્ધિની પ્રક્રિયા
રાત
હોય, પોતાની સૌભાગ્ય સંપત્તિનો નાશ થતાં ઝૂરણા કરી ખૂબ જ અશ્રુપાત કરેલ હોય, શરીરમાં કોઈ પણ જાતની વ્યાધિ કે રોગ થતાં વ્યાકુલતા ઉપજી હોય, ઉદ્વેગ થયો હોય, તેના કારણે દિવસ ઝૂરણાપાત થયેલ હોય, તેમાં કર્મોનો દોષ ન જોતાં બીજાના દોષ જોયા હોય, બીજાને ગાળો દીધી હોય, હાયવોય કરી હોય, ઈન્દ્રાદિના ભોગ વિલાસની અભિલાષા રાખી હોય ઈન્દ્ર ચક્રવર્તી દેવ દેવીના નિયાણાં કર્યાં હોય, કોઈના નાશ કે ક્ષયના અર્થે સંયમ, તપના અનુષ્ઠાન આચર્યું હોય, કોઈને મારતા જોઈ સારું માન્યું હોય, જૂઠા શાસ્ત્રો અને જૂઠી કલ્પનાઓ ઉભી કરી હિંસાનો માર્ગ પ્રકાશ્યો હોય, ઉન્માર્ગ પાખંડીને સહાયતા આપી હોય, ગુંડા, લુંટારા, ત્રાસવાદી આદિની સહાયથી અનેક પ્રપંચો રચી બીજાના ધન લુંટવાનો સંકલ્પ કર્યો હોય, પરિગ્રહમાં આનંદ માન્યો હોય, કુરૂપ - કુંજ્ર દેખી હાંસી મશ્કરી કરી હોય, કુલ જાતિ આદિ આઠ પ્રકારનો મદ કર્યો હોય, સાધુના આચાર સબંધી સુગ કરી હોય, ગરીબ માણસના વસ્ત્રાદિ જોઈને મશ્કરી કરી હોય, કે તેમને રંજાડ્યા હોય, અનંતાનુબંધીનો કષાય સેવ્યો હોય, ઈત્યાદિક રીતે આર્ત - રૌદ્ર ધ્યાન ધ્યાયું હોય.
-
-
તેલ ધી ચાસણી સરબત જ્યુશ આદિના વાસણ ખૂલ્લાં રાખ્યા હોય, દીવા, મીણબતી, સ્ટવ, ગેસ આદિ અગાશામાં રાખ્યા હોય, એઠના વાસણ એમને એમ રાખ્યા હોય, વિઠટા, બળખા આદિ સમૂર્છિમના સ્થાન પગ નીચે કચળ્યા હોય, તેમજ બીજાના પગ નીચે આવે તે રીતે જાહેર માર્ગમાં નાખ્યા હોય, લીલોતરી, માટી, વિગેરેને પગ તળે કચરીને ચલાયું હોય, ચિકાશવાળી વસ્તુ, બોર, ગુંદા -ખજૂર આદિના ઠળિયા ગરમ પાણી, અગ્નિ, ક્ષાર આદિ વસ્તુઓ જીવહિંસા થાય તેવી રીતે જ્યાં ત્યાં નાખી હોય, કીડીના દર પૂર્યા હોય, મધપૂડા તોડ્યા હોય, વિનાકારણે લીલોતરીનું છેદન - ભેદન કર્યું હોય વૃક્ષની ડાળે હિંચકા બાંધ્યા હોય, દારૂ બિયર હેરોઈન કોકીન આર. ડી. એસ, બ્રાઉનસુગર આદિ ખાધા હોય કે ખવરાવ્યા હોય, વિષય ઉન્માદને પ્રોત્સાહન આપ્યું હોય, હિંસાકારી નિમિત્ત ભાંખ્યા હોય, આરંભ સમારંભવાળા કામના મૂહર્ત કાઢી આપ્યા હોય, માયા પ્રપંચ
Jain Education International
૨૯
For Personal & Private Use Only
www.jainelibrary.org