________________
પાપ શદ્ધિની પ્રક્રિયા
પ્રથમવૃત્તિની પ્રસ્તાવના....!
સંપાદકીય
તીર્થકર ભગવંતો તેમ જ ગણધર દેવોએ પોતાના જ્ઞાનામૃતનો ઝરો સદા વહેતો જ રાખ્યો તેનું કારણ એ જ કે ભાવિ પ્રજા તેમાંથી લાભ ઉઠાવે અને યથાશક્તિ પુનિત માર્ગનું આચરણ કરે. પાટ-પરંપરામાં થયેલાં ગીતાર્થ મુનિવરોએ પણ એ જ માર્ગનું અનુસરણ કર્યું. મહાપુરુષો અને સંતપુરુષો સદેવ સંસારના વિવિધ તાપથી તપ્ત બનેલાં પ્રાણીઓના શ્રેયાર્થે કંઈને કંઈ ઉપયોગી રચના કરતાં જ રહે છે.
આ શ્રાવક - આલોયણા નામનું લઘુ પુસ્તક અતિ ઉપયોગી કોટિનું છે. તેમાં સંસાર વ્યવહારમાં, શ્રાવક જીવનને અનુલક્ષીને થતાં પાપોનો સમસ્તપણે વિચાર કરીને તેનો મિચ્છામિ દુક્કડે માંગવામાં આવ્યો છે. “મિચ્છામિ દુક્કડ’’નો સાચો અર્થ તો એ જ છે કે જે જાતનાં પાપોનું પોતાથી આચરણ કરાયું હોય તેવા પાપો ફરીથી જાણે અજાણે પણ ન થાય તેની સતત ચીવટ રાખવી. પોપટની માફક “રામ-રામ''નું વારંવાર રટણ કરવાની માફક શ્રાવક-આલોયણા બોલવી અને તેમાં દશવિલા અતિચારોથી પાછા ન ફરવું - એના એ જ પાપકાર્યોમાં રક્ત રહેવું તેનો કોઈ ઉપયોગી હેતુ નથી.
આ શ્રાવક - આલોયણામાં શ્રાવક જીવનને સ્પર્શતા દરેક પાપસ્થાનકોની સૂક્ષ્મ દૃષ્ટિએ છણાવટ કરવામાં આવી છે. એટલે વાંચક તેનું અભ્યાસની દષ્ટિથી અવલોકન કરે અને તેમાં દશવિલા અતિચારોથી પાછા હઠવાનો મન સાથે મક્કમ નિર્ણય કરે, તે જ આ લધુ પુસ્તિકાના પ્રકાશન પાછળનો આશય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org