________________
uuu શદ્ધિની પ્રકિયા
પચ્ચકખાણ, સર્વ પ્રકારના આશ્રયદ્વાર સેવવાના પચ્ચકખાણ તથા શરીર, કુટુંબ, માયા, મિલકત આદિ સર્વ વસ્તુ નવપ્રકારના પરિગ્રહ પ્રત્યેની મમતાના પચ્ચકખાણ, જાવજીવાએ તિવિહ-તિવિહોણું મોણ વાયાએ કાયણં નકરેહ નકારવેહ, કરંતંપિ અન્ન ન સમણુન્નમેહ એમ અરિહંત ભગવાનની સાક્ષીએ, સિધ્ધ પરમાત્માની સાક્ષીએ, સાધુની સાક્ષીએ, ગુરૂની સાક્ષીએ, સમ્યફદષ્ટિ દેવ-દેવીની સાક્ષીએ અને પોતાના આત્માની સાક્ષીએ કરી નિર્મળભાવથી, શુધ્ધ બુદ્ધિએ તમારે સંથારાનું પાલન કરવું તસ્સ પડિક્કમેહ, નિંદેહ, ગરિમેહ, અપ્રાણ વોસિરેહ..!
અંતમાં ત્રણ નામોત્થણ કહેવા..! ભાવના : જાવજીવ લગી એમ ચારે આહાર, અઢારે પાપ, પાંચ આશ્રવદ્વાર, નવવિધ પરિગ્રહ, સર્વ ઉપધિ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું. અજ્ઞાનતાએ રત્નના કરંડીયા સમાન વહાલું શરીર માની ખૂબ સાચવ્યું પણ પરમકૃપાલુ જિનેશ્વરદેવની વાણીએ સત્ય સમજાયું કે આ શરીર વિનાશી છે. માટે નશ્વર એવા શરીરને વોસિરાવું છું.
અનશનવ્રતમાં આગાર: તિવિહારો કરવો હોય તો પાણીનો આગાર ! અશક્ત શરીરના કારણે કોઇ ઝાડે બેસાડે, માત્રો વિગેરે પરઠવામાં સહાય લેવી પડે તો આગાર. દોહરો: એક આતમા માહરો, જ્ઞાન દર્શન સંયુક્ત !
બાહ્ય યોગ સહુ અવર છે, પામ્યો વાર અનંત / દેવગુરૂ પ્રતાપે શલ્ય રહિત સ્વીકારેલ ‘અપરિછમ' છેલ્લું અનશનવ્રત તે છેલ્લા શ્વાસ સુધી પંડિત મરણની આરાધનાએ કરી સફલ હોજો !
: સમાપ્ત : FE 5
४७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org