Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay
View full book text
________________
પાપ શકિગી પ્રક્રિયા
ચાડી કીધી ચોતરે, કીધો થાપણમોસો; કુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોંસો-તે મુજ-૧૦ ખાટકીના ભવો મેં કીધા, કીધી જીવની ઘાત; ચડિમાર ભવે ચરકલાં, માર્યા દિન ને રાત-તે મુજ-૧૧ કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્ર કઠોર; જીવ અનેક ઝબ્બે કર્યા, કીધાં પાપ અઘોર-તે મુજ-૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભિલ્લ કોળી ભવે, મૃગ પાડિયા પાસ-તે મુજ-૧૩ કોટવાલ ભવે મેં કીધાં, આકરાં કર દંડ, બંદીવાન મરાવિયા, કોરડા છડી દંડ-તે મુજ-૧૪ પરમાધામીને ભવે, દીધા નારકી દુ:ખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તીષ્મ-તે મુજ-૧૫ કુંભારને ભવે મેં ઘણાં, નીંભાડા પકવ્યા; તેલી ભવે તલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા-તે મુજ-૧૬ હાળી ભવે હળ ખેડિયાં, ફોડ્યાં પૃથ્વીના પેટ; સૂર નિંદણ કીધાં ઘણા, દીધા બળદ ચપેટ-તે મુજ-૧૭ માળી ભવે રોપ રોપિયા, નાના વિવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળ ફૂલનાં, લાગ્યાં પાપ અલક્ષ-તે મુજ-૧૮ અધોવાયાને ભવે, ભર્યા અદકેરા ભાર; પોઠી ઊંટ કીડા પડ્યા, દયા નાણી લગાર-તે મુજ-૧૯ છીપા ભવે જન છેતર્યા, ફરી રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણા, ધાતુર્વાદ અભ્યાસ-તે મુજ-૨૦ શૂરપણે રણ ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ; માંસ મદિરા માખ્ખણ ભૂખ્યાં, ખાધાં મૂળ ને કંદ- મુજ-૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76