Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay
View full book text
________________
પાપ શદ્ધિની પ્રક્રિયા
- મારું આયખું ખૂટે..... |
(તર્જ: જરા સામને તો આઓ છલિએ) મારું આયખું ખૂટે જે ઘડીએ, ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો...
દર્દો વધ્યાં છે આ દુનિયામાં, મારે રીબાવી રીબાવીને,
એવી બિમારી જો મુજને સતાવે, છેલ્લી પળોમાં રડાવીને, ત્યારે મારા હૃદયમાં પધારજો, પીડા સહેવાની શક્તિ વધારજો... ન છે અરજી-૨ જીવવું થોડુંને જંજાળ ઝાઝી, એવી સ્થિતિ છે આ સંસારની જંપવા દેના મરતી વેળાએ, ચિંતા મને જો પરિવારની ત્યારે દીવડો તમે પ્રગટાવજે, મારા મૃત્યુને સ્વામી સુધારજો... છે અરજી-૩
'અંતિમ ભાભના આટલું તો આપજે, ભગવાન મને છેલ્લી ઘડી, ના રહે માયાતણા, બંધન મને છેલ્લી ઘડી...૧
આ જિંદગી મોંઘી મળી, પણ જીવનમાં જાગ્યો નહીં,
અંત સમયે મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી..૨ હાથ પગ નિર્બળ બને જો, શ્વાસ છેલ્લા સંચરે, તું આવજે ત્યારે પ્રભુ, મારી જયારે છેલ્લી ઘડી...૩
જયારે મરણ શય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી,
ઓ દયાળુ આપજે, દરિસણ મને છેલ્લી ઘડી...૪ અગણિત અધર્મો મેં કર્યા, તન-મન-વચન યોગે કરી, હે ક્ષમા સાગર ! ક્ષમા, મને આપજો છેલ્લી ઘડી...૫
હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં,
તું આપજે શાંતિ ભરી, નિંદ્રા મને છેલ્લી ઘડી...૬ અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુશ્મનો, તું આપજે ત્યારે મને, તારું સ્મરણ છેલ્લી ઘડી...૭
૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76