Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 47
________________ પાપ શદ્ધિની પ્રક્રિયા | | સગાસબંધી સાથે ક્ષમાપના = સગા સબંધી સાથે અપરાધ થયો હોય તે ખમાવું છું. સગા સબંધી અને મિત્રો - તથા ભાગીદારો, પાડોશીઓ આદિ સર્વ! આજના દિવસ પર્યત મેં તમારો અપરાધ કર્યો હોય, દોષ જોયો હોય, ગુણ ઉપર અવગુણ કર્યો હોય, ઉપકાર ઓળવ્યો હોય, કોઈ પણ પ્રકારે તમારું બૂરું કર્યું હોય કે ચિંતવ્યું હોય, સેવા - ભક્તિ કરી ન હોય, દુ:ખના સમયે સહાયક થયો ન હોઉં તો તે બધા અપરાધો બદલ હાથ જોડી, માન મોડી, ત્રિવિધ ત્રિવિધ ભુજો ભુજો કરી ખમાવું છું. મારા પર કૃપા કરી ક્ષમા આપશો, મારા અપરાધ ખમજો, અહો! શ્રધ્ધાવંત દૃઢ સમકિતી આત્માઓ! માર્ગાનુસારી, ગુણધારી, દર્શનાચારી, વિશુદ્ધ વિચારી, મિથ્યાત્વવિદારી, સંવેગાદિ પંચલક્ષણધારી, વીતરાગમાર્ગ પ્રભાવક એવા શ્રધ્ધાવંતનો કોઈ પણ અપરાધ - અવિનય થયો હોય તો હાથ જોડી મસ્તક નમાવી, ભુજો - ભુજ કરી ખમાવું છું 'સાધર્મિક અને ગુરુ સાથે ક્ષમાપના શીલવંતા - ન્યાયવંતા, પરોપકારી, દયાળુ, ધર્મપ્રેમી, સૌજન્યશાળી, ભાગ્યશાળી એવા શ્રાવકના ૨૧ ગુણ યુક્ત સ્વધર્મી બંધુઓનો અવિનય, અભક્તિ કે અપરાધ થયો હોય તો હાથ જોડી મસ્તક નમાવી ભુજો - ભુજો કરી ખમાવું છું | હે મારા દયાળુ કૃપાળુ ગુરૂદેવ ! આ ડુબતાને તારનાર, સફરી જહાજ સમાન, છતી ઋદ્ધિના ત્યાગી, ગુણનારાગી, મહાવૈરાગી, પંચ મહાવ્રતધારી, પાંચ સમિતિ, ત્રણ ગુતિના પાળનાર, બાર પ્રકારે તપસ્યાના કરનાર હે મહાનુભાવ ! તમારા ગુણ અપરિમિત છે. આપે મારા ઉપર અનંત ઉપકાર કર્યા છે. મને ધર્મના માર્ગે ચડાવ્યો, ias (૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76