Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 58
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા કરું છું. મોક્ષપદને સાધવાવાળા યોગોમાં મન-વચન-કાયાથી વીર્ય ફોરવ્યું ન હોય, તો તે સબંધી નિંદા ગહ કરું છું. પ્રાણાતિપાત વિરમણ વિગેરે બાર વ્રતનો સમ્યગુવિચાર કરી ગ્રહણ કરેલા વ્રતોમાં જયાં વ્રત ભંગ થયો હોય તેનો વિચાર કરી, આલોચના કરી, નિંદા, ગહ કરું છું. હું કોપ રહીત થઇને સર્વ જીવોને ક્ષમા આપું છું, અને પૂર્વનું વેર દૂર કરી સર્વને મિત્ર સમાન ચિંતવું છું: પ્રાણાતિપાત, મૃષાવાદ એવં મિથ્યાત્વ આદિ મોક્ષમાર્ગની સન્મુખ જતાં વિદ્ધભૂત અને દુર્ગતિના કારણભૂત અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરી અઢારે પાપથી નિવત્ છું. વોસિરાવું છું અને ફરી ફરી મિચ્છામિ દુક્કડં કરૂં છું. પૂર્વભવોમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ સહિત મહાવ્રતરૂપ નિરંતર સમ્યગુચારિત્ર ન પાળ્યું હોય, પૂર્વે કે આ જન્મમાં સેવેલા કોઇ પણ અપરાધોનું મિચ્છામિદુક્કડું કરું . મિથ્યાત્વ વ્યામોહ પામીને ભમતાં મેં મન-વચન કે કાયાથી કુતીર્થનું સેવન કર્યું હોય તે સર્વની નિંદા ગહ કરીને વોસિરાવું છું. જિનધર્મ માર્ગને પાછળ પાડ્યા હોય, અથવાતો અસત્યમાર્ગને પ્રગટ કર્યા હોય, અને બીજાના પાપમાં નિમિત્ત બન્યો હોઉં તો તે સર્વ સબંધી નિંદા ગહ કરું છું. વોસિરાવું છું. જંતુઓને દુ:ખ આપનારા હળ સાંબેલું આદિ જે કંઇ તૈયાર કરાવ્યા હોય, અને પાપી પ્રવૃત્તિથી કુટુંબનું ભરણપોષણ કર્યું હોય તો તે સર્વની નિંદા, ગહ કરું છું. વોસિરાવું છું. દાનાદિ સર્વ સુકૃતોની અનુમોદના કરું છું. અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, સાધર્મિક અને જૈન સિદ્ધાંતને વિષે જે બહુમાન કર્યું હોય, અન્ય કોઇ કરતા હોય તે સર્વ સુકૃતની અનુમોદના કરું છું. આ જીવે પૂર્વે કરેલા પૂણ્ય, પાપ એજ સુખ દુ:ખના કારણ છે. બીજું કોઇ પણ કારણ નથી. એમ જાણીને શુભ ભાવ રાખીશ. જે ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ દાન, શીલ વિગેરે આકાશના કુલ માફક નિરર્થક છે તેમ માનીને શુભભાવ રાખીશ. જે ૩૪ અતિશય યુક્ત છે. અને જેમણે કેવલજ્ઞાનથી પરમાર્થ જામ્યો છે અને દેવો જેમનું પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76