Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 56
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા ૧૬T છતી શક્તિએ જ્ઞાન ભણાયું ન હોય હીનયોગે, વિનય રહિત, સ્વાધ્યાય કાલને જાણ્યા વિના, અને સ્વાધ્યાયના કાલે સ્વાધ્યાય કર્યો ન હોય, તો જ્ઞાનના ચૌદ અતિચારો માંથી કંઇ પણ વિરાધના થઇ હોય તો તથા પાંચ પ્રકારે જ્ઞાનીની કે જ્ઞાનની નિંદા, મશ્કરી, ઉપહાસ વિગેરેથી આશાતના કરી હોય તે સર્વ દોષોને નિવારવા માટે અજ્ઞાન મટાડવા અને જ્ઞાનગુણ પ્રગટ કરવા માટે મારા સર્વ દુષ્કૃત્ય મિથ્યા થાઓ! ' હવે દર્શન સબંધી જે અપરાધ થયો હોય તેની આલોચના કરું છું. ખોટા માર્ગને સાચો જાણ્યો, શ્રધ્ધયો હોય, સુખ નથી ત્યાં સુખ માણ્યું હોય સાચું સુખ આત્મામાં છે તે કર્મથી મુક્ત થાય તો મળે, દર્શન મોહનીય કર્મને લીધે આ વાત સમજાણી નહીં શ્રધ્ધા થઇ નથી. અને સમ્યબોધ રૂપ સમ્યફદર્શન થયું નથી. માટે દર્શનગુણને પામેલા આત્માની નિંદા - અવજ્ઞા - હિલના - મશ્કરી - ઉપહાસ કરેલ હોય, છતી શક્તિ એ અન્ન-પાણી વસ્ત્રાદિ દાન આપ્યું નહીં અને ઓળખ્યા નહીં અગર ઓળખવા છતાં આશાતના કરી હોય. દર્શન ગુણની મહત્તા સમજ્યો નહીં એટલે તે ગુણ પ્રગટ કરવાની કોશિષ કરી નહીં દર્શન-સમક્તિ ગુણની આશાતના કરી જિનમત સિવાય પાખંડમતની પ્રસંશા પરિચય કે સંઘટ્ટો કરીને જિનમતમાં શંકા-કંખા, વિતિગિચ્છા આદિ કોઇ અતિચાર સેવ્યો, સેવરાવ્યો કે અનુમોધો હોય તો તે મારું પાપ મિથ્યા થાઓ ! | છકાય પૈકિ એકેન્દ્રિય પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય આદિ એક ઇન્દ્રિયવાળા જીવોનો વધ થયો હોય તો મિચ્છામિ દુક્ક! શંખ-છીપ-કોડા પોરા-જળો-અળશિયા આદિ બેઇન્દ્રિયજીવોનો વધ થયો હોય તો મિચ્છામિ દુકકડે! કીડી, માંકડ, મંકોડા, કંથુઆ આદિ તેઇન્દ્રિય જીવોનો વધ થયો હોય તો મિચ્છામિ દુક્કડં! માખી, મચ્છર, ભ્રમર, પતંગીયા વિગેરે ચઉન્દ્રિય જીવોનો વધ થયો હોય તો મિચ્છામિ દુક્કડં! જલચર, સ્થલચર, ખેચર આદિ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય આદિ સર્વ પંચેન્દ્રિયમાંથી કોઇનો પણ વધ થયો હોય કે ચિંતવ્યો હોય તો મિચ્છામિ દુક્કડં ૧al ૫૦ Jan Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76