Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 60
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા લઘુ શ્રમણ આલોયણા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચે આચારમાં તેમજ પંચમહાવ્રતમાં, ૨૫ ભાવનામાં જે જે દોષ લાગ્યા હોય તે, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં જે જે દોષ લાગ્યા હોય તે સર્વની આલોચના વિચારી-વિચારીને, સંભાળી-સંભાળીને કરવાની છે. અને નિંદા ગર્હ કરીને પાપની આલોચના અને મિચ્છામિ દુક્કડં લેવાનું છે. =0 સૌ પ્રથમ જ્ઞાનના ચૌદ અતિચાર લાગ્યા હોય, જ્ઞાનાવરણીય છ કારણે બંધાય છે. તે શક્તિ હોવા છતાં જ્ઞાન ભણવાના બદલે જ્ઞાનાચાર સબંધી પાંચ પ્રકારની જ્ઞાનની તથા જ્ઞાનીની નિંદા કરી હોય, આશાતના કરી હોય, મજાક મશ્કરી કરી હોય, અનેક વિધ આશાતના કરી હોય તે મારા દુષ્કૃત્ય મિથ્યા થાવ... મિથ્યા થાવ... વળી પગમૂકીને થૂંક લગાડીને, માથું મૂકીને, આસન બનાવીને, ભોજનની પતરાળી બનાવીને, ફાડીને ગમે ત્યાં ફેંકીને, પગ તળે કચરીને વિગેરે કારણોથી જ્ઞાનોપકરણ પાટી-પેન-પોથી-પુસ્તક-પાના આદિની આશાતના કરી હોય, તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ... વળી શક્તિ હોવા છતાં જ્ઞાનીઓને અન્ન-પાણી-વસ્ત્ર-પાત્ર આદિ લાવી ન આપ્યા હોય, વિનય-ભક્તિ, સેવા-ભક્તિ સાચવી ન હોય, ગુરૂજનો-વિડેલોની અવગણના, અપમાન કર્યું હોય અશાંતિ ઉપજાવી હોય તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ... દર્શનાચાર સબંધી: નિ:શંકા આદિ આઠ ગુણ સહિત સમ્યક્ત્વની મેં રૂડે પ્રકારે આરાધના કરી ન હોય સમક્તિની કે સમક્તિની નિંદા, હિલના, આશાતના, અવગણના, અપમાન કર્યું હોય, વિનયભક્તિ સાચવી ન હોય તો તે મારા દુષ્કૃત્ય મિથ્યા થાવ... મિથ્યા થાવ...! ચારિત્રાચાર સબંધી: કોઇ પણ પ્રકારે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, Jain Education International ૫૪ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76