Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 63
________________ =0 પાપ શુદ્ધિની પ્રક્રિયા અતિન્દ્રિય જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ સ્વરૂપ મોક્ષમાર્ગમાં પ્રવર્તવા માટે મોક્ષમાં જવાનો રાજમાર્ગ તપ છે. તે સાશ્વત આત્માનો સદ્ભૂત વ્યવહાર છે. તે વ્યવહારના આચરણમાં મન-વચન-કાયાના અશુભયોગ વડે કોઇ દોષ લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! તપના સેવનથી શુધ્ધ અનાહારકપદની પ્રાપ્તિ થાય છે. તેથી રાજા, ચક્રવર્તી, ઇન્દ્ર આદિ સ્વર્ગનાં સુખો ઋદ્ધિ સમૃદ્ધિ એ બધું ઉપાધિ ભાવ છે. મોહનીય કર્મની વિકારી અવસ્થા છે. તે બધાની ઉપેક્ષા કરવાની છે. એના બદલે અપેક્ષાવૃત્તિ થઇ હોયતો તસ્લમિચ્છામિ દુક્કડમ્... આત્મ સ્વરૂપના લક્ષે તપનું સેવન કરતાં કર્મની નિર્જરા સિવાય કોઇ શુભાશુભ ભાવનો આદર કે વિકલ્પ તેમજ રાગનો અવકાશ ન થવો જોઇએ છતાં રાગાદિ સંકલ્પ-વિકલ્પ કર્યા હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્..! જયાં સુધી અનાહારકપદની પ્રાપ્તિ થઇ નથી ત્યાં સુધી સાધુ-સાધ્વીને પણ આહાર લેવો પડે છે. પણ તેમાં આસક્ત કે લોલુપ થવાનું નથી. લક્ષ તો અનાહારક બનવાનુંજ છે. તે માટે સતત જાગૃત્તિ રાખવાની આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ અનાહારક છે. અનાહારક સ્વરૂપના ભાવમાં રહીને તપના સેવન દ્વારા અનાહારક દશા વધારું અને ઇચ્છા તથા રાગ દ્વેષનો નાશ થતાં દેખું, આત્મભાવમાં રમણતા પેખું. એજ સમ્યક્તપનું ફળ છે. એ ફળને પ્રાપ્ત કરતાં મન-વચન-કાયાથી તીવ્ર કષાય ભાવથી કોઇ દોષ લાગ્યો હોયતો અરિહંત, સિધ્ધ, પ્રભુની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ્...! આત્મલક્ષે તપનું સેવન કરતાં બાવીસ પરિષહમાંથી કોઇ પરિષહ આવ્યો હોય, તે વખતે શોક કે ખેદ થયો હોય તપ પ્રત્યે અણગમો થયો હોય, તપની વિરાધના થઇ હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! મેં પૂ. સાધુ-સાધ્વીજી પાસે વરસીતપ આર્થ્રો તે વરસીતપ કરતાં મારે ઘણું સહન કરવું પડ્યું, મહા મુસીબતે પૂર્ણ કર્યો એવો વિચાર આવવો ન જોઇએ છતાં કયારેક આવી ગયો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્! આત્માનો સ્વભાવ આહાર લેવાનો નથી એ નહીં સ્વીકારતાં હું આહાર કરવાના સ્વભાવવાળો છું. એમ ૧૦ પ્રકારની સંજ્ઞામાં રાગ-દ્વેષની એકતા થઇ હોય તો તસ્લમિચ્છામિ દુક્કડમ્...! Jain Education International ૫૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76