Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 65
________________ O / પાપ શદ્ધિની પ્રક્રિયા આહાર આવવાથી ખેદ થયો હોય સરસ આહાર ઉપર રાગ થયો હોય અનાહારકપદ ભૂલાઇ ગયું હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં...! ) વરસીતપ આદરતી વખતે ગુરૂદેવનો સંયોગ મળ્યો હોય અને પૂર્ણાહૂતિ સમયે વિયોગ થયો હોય, અથવા સંજોગોવશાત્ હાજર ન રહી શક્યા હોય, સ્વજનો કુટુંબીજનો પણ હાજરી ન આપી શક્યા હોય, અને ખેદ કર્યો હોય તો તસમિચ્છામિ દુક્કડમ્.... | આત્મ સ્વરૂપના લક્ષે તપનું સેવન કરતાં શાતા અશાતાનો ઉદય થાય તે વખતે સમભાવ રાખે તો તપના ફળ સ્વરૂપે ભાવ સંવર પ્રાપ્ત થાય અને અનંતકર્મોની નિર્જરા થાય, અને પોતાનાં સ્વરૂપમાં વર્તી શકાય તેવું ઉત્કૃષ્ટ ફળ સ્વરૂપ સમ્યત્વ તપમાં ન વપરાયું હોય તો તસમિચ્છામિ દુક્કડમ્.....! તપનું સમ્યકત્વ સેવન કરતાં ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શીક્ષાવ્રત, ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, શ્રાવકના વ્રતમાં તથા અનેક પ્રકારના ત્યાગ પચ્ચકખાણમાં તથા ત્રસ - સ્થાવરજીવોની ઉપયોગ રહિત વિરાધના થઇ હોય તો અરિહંત, સિદ્ધ, કેવલીની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ્...! શુદ્ધ, બુદ્ધ, સચ્ચિદાનંદ એવા આત્મ સ્વરૂપના લક્ષે કોઇ પણ ઇચ્છા, લાલસા, વાસના લેવાની ઇચ્છા રહિત ૧ ઉપવાસ કરવાથી ૧000 વરસના નારકીના દુ:ખ દૂર થાય છે. પર વસ્તુમાં મારાપણાની બુદ્ધિ તુટી જતાં કર્મની નિર્જરા થાય છે. તે ધ્યેય ન રહેતાં બીજાની દેખાદેખીથી વરસીતપ આદિ તપસ્યા કરવાથી મારા ગીતો ગવાશે, વરઘોડા નીકળશે. સાંગીઓ ગવાશે, બહુમાન થશે બધા મને શાતા પુછવા આવશે. આવી વૃત્તિ જાણતાં કે અજાણતાં, સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં પોષી હોય, તો અરિહંત સિદ્ધની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ્...! તપના મહિમા તરિકે કુટુંબીઓએ આડંબર ન કર્યો હોય, સાંગીઓ ન ગવડાવી હોય, પ્રભાવના ન કરી હોય તેથી તેમના પ્રત્યે તિરસ્કાર થયો હોય, મનમાં ખેદ થયો હોય કે આ બધા લોભીયા છે. (૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76