Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 62
________________ = પાપ શુદ્ધિની પ્રક્રિયા હોય, ભૂલો કરી હોય, અલ્પ અંશે કે સર્વ અંશે વ્રતભંગ કર્યો હોય, તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ...! મિથ્યા થાવ...! મિથ્યાત્વથી વ્યામોહ પામીને, મન-વચન-કાયાથી કુદેવ કુગુરૂ કુધર્મનું સેવન પૂજન કર્યું હોય, તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ...! મિથ્યા થાવ...! જિનશાસનની નિંદા થાય, હિલના થાય, એવું મનથી ચિંતવ્યું હોય, વચનથી બોલાયું હોય કે કાયાથી આચરણ થયું હોય તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ! મિથ્યા થાવ! કોઇના રાગનો કે દ્વેષનો, વિષય કે કષાયનો, આર્ત કે રૌદ્રધ્યાનનો હું નિમિત્ત બન્યો હોઉ જાણતાં કે અજાણતાં કોઇ પણ દોષનું સેવન થયું હોય તે સર્વ દુષ્કૃત્યોની આત્માની સાક્ષીએ નિંદા કરીને ગુરૂની સાક્ષીએ ગહ કરીને, ફરી તેમ નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને, તે સર્વ મારા દુષ્કૃત્યોની ક્ષમા માંગુ છું અને પ્રાર્થના કરું છું કે મારા આ સઘડા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ... મિથ્યા થાવ. !!! તપની આલોયના X પરિપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ ભગવાનનું જેવું અનાહારક સ્વરૂપ છે, તેને લક્ષમાં લઇને પૂર્ણ અનાહારક પદની પ્રાપ્તિ માટે ઇચ્છા નિરોધ તપનું સેવન કરતાં રાગ-દ્વેષનું સેવન થઇ ગયું હોયતો અરિહંત, સિદ્ધપ્રભુની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડં... મોહરૂપી રાજાની રાજધાની સમાન સંસારનો નાશ કરનાર તપ તે એટમબોંબ છે. તપ એ પરલોકમાં સાથે આવનાર પરમમિત્ર છે. પરમધર્મ છે, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મને છોડીને અનાહારક પદ પ્રાપ્ત કરવા માટે સમ્યક્ તપની આરાધના વડે જ્ઞાનમાં સ્થિર થતાં વિભાવ અને રાગ દ્વેષની ગ્રંથી છેદાઇને નાશ પામે એવું તપનું ફળ પ્રગટ્યું ન હોય અને આત્મ સ્વરૂપની વિરાધના થઇ હોય તો અરિહંત સિધ્ધપ્રભુની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં...! Jain Education International ૫૬ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76