Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 61
________________ પાપ શુદ્ધિળી પ્રક્રિયા વાયુકાય અને વનસ્પતિ આદિ જીવોનો વધ કર્યો હોય, વિના અપરાધે વિરાધના કરી હોય, અનેક રીતે ત્રાસ ઉપજાવ્યો હોય, પોતાના શોખની ખાતર જીવોની વિરાધના કરી હોય, તે સર્વ મારા પાપો મિથ્યા થાવ... મિથ્યા થાવ...! શંખ-છીપ, કોડા, પોરા, જળા, અળસિયા, આદિ બેઇન્દ્રિય જીવો તથા જૂ-લીખ-ચાંચડ-માંકડ-કંથુઆ-કીડી મંકોડા વિગેરે તે ઇન્દ્રિય જીવો. માખી-મચ્છર-ભ્રમર-વીંછી વિગેરે ચઉન્દ્રિય જીવો તથા પાણીમાં જીવનાર મચ્છ-કચ્છ વિગેરે, પૃથ્વી ઉપર વસનાર ગાય-ભેંસ-ઘોડા-બળદ વિગેરે, આકાશમાં ઉડનારા પંખીઓ વિગેરે તિર્યંચ પંચેન્દ્રિય જીવો તેમજ મનુષ્ય પંચેન્દ્રિય સમુશ્કેિમ મનુષ્ય વિગેરે જીવોને માર, ફાડ, ભય, ત્રાસ ઉપજાવ્યો હોય, પ્રાણ હરી લીધા હોય, અનેક રીતે ત્રાસ ઉપજાવ્યો હોય, પીડા પમાડી હોય, વિરાધના કરી હોય તો સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ, મિથ્યા થાવ...! ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી, પરવશપણાથી મૂઢ થઇને કષાયોને વશ થઇને કે વિષયોને વશ થઇને રાગ કે દ્વેષથી અસત્ય બોલાયું હોય, અસત્ય આચરણ કર્યું હોય કે અસત્ય ચિંતન કર્યું હોય તો તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ..! દંભથી કે દગાથી જૂઠ-માયા, પ્રપંચ અને કપટથી મોહ કે લોભથી મેં કોઇને પણ પૂછયા વિના અદત્ત લીધું હોય, ચોરી કરી હોય તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ...! મિથ્યા થાવ...! રાગથી કે દ્વેષથી, કુતુહલ કે કપટથી, શોખ કે સ્વાર્થથી, કામવાસનાને વશ થઇ દેવ-મનુષ્ય-તિર્યંચ સબંધી મૈથુનનું સેવન કર્યું કરાવ્યું કે અનુમોધું હોય તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ...! ધન-ધાન્ય-સુવર્ણ વિગેરે નવપ્રકારનો દ્રવ્ય પરિગ્રહ અને ભાવ પરિગ્રહ સબંધમાં મમત્વભાવ રાખ્યો હોય તે સર્વ મારા પાપ મિથ્યા થાવ... મિથ્યા થાવ...! રાત્રિ ભોજન, અભક્ષ્યત્યાગ, સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલાં આહાર પાણી ગ્રહણ કર્યા હોય, નિયમનું પાલન બરાબર થયું ન ૫૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76