Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 59
________________ પuu શદ્ધિની પ્રક્રિયા સમવસરણ રચે છે. એવા અહંતોનું મને શરણ હોજો, જેણે ચારતીર્થની સ્થાપના કરી છે, વીતરાગતા પ્રગટ કરી છે, ૧૨ ગુણેકરી સહિત છે, ૧૮ દોષ રહિત છે. એવા તારક અરિહંતોનું મને શરણ હોજો જે આઠકર્મથી મુક્ત છે. જેમના આઠ અનંતગુણની પ્રધાનતા છે. જે નિરંજન, નિરાકાર, અલેશી અરાગી, અદ્વેષી, અનાહારી, અશરીરી એવા સિધ્ધભગવંતોનું મને શરણ હોજો, જેમણે ધ્યાનરૂપી અગ્નિથી સકલ કર્મરૂપી મેલને બાળી નાખ્યા છે. અને જેમનો આત્મા સુવર્ણ જેમ નિર્મલ થયો છે. તે સિધ્ધોનું મને શરણ હોજો. જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, કર્મ નથી, ચિત્તનો કોઇ ઉદ્વેગ નથી, કોઇ પણ પ્રકારના કષાય નથી તે સિધ્ધોનું મને શરણ હોજો. જે ૪૨ તથા ૯૬ દોષ રહિત ગોચરી કરીને અન્ન-પાણી લે છે તે મુનિઓનું મને શરણ હોજો. જે પાંચ ઇન્દ્રિયને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનનો પ્રચાર જીતનારા, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનારા મુનિઓનું મને શરણ હોજો. જે પાંચ મહાવ્રતોનો ભાર વહન કરવાને વૃષભ સમાન છે. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિએ કરી સહિત છે અને પંચમગતિના ચાહક છે. જેમણે સકલ સંઘનો ત્યાગ કર્યો છે. જેમણે મણિ અને તૃણ, શત્રુ અને મિત્ર સમાન છે. જે ધીર છે મોક્ષમાર્ગને સાધવાવાળા છે. તેનું મને શરણ હોજ, કેવલજ્ઞાનના લીધે દીવાકર સરખા તીર્થકરોએ પ્રરૂપેલા અને સર્વ જીવોને હીતકારી એવા ધર્મનું મને શરણ હોજ, પાપના ભારથી દબાયેલા જીવને દુર્ગતિરૂપ કુવામાં પડતાં જે ધારણ કરી રાખે છે. એવા ધર્મનું મને શરણ હોજો. સ્વર્ગ અને મોક્ષરૂપી નગરે જવાના માર્ગમાં ગુંથાયેલા લોકોને સાર્થ વાહરૂપ, સંસારરૂપી અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે તે ધર્મનું મને શરણ હોજો. શરણ હોજો... શરણ હોજો...!!! ૫૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76