________________
પાપ શદ્ધિની પ્રકિયા.
( ઉપસંહાર)
સ્ત્રગધારા વૃત્તમ્ अस्या आलोचनाया: पटनमनुदिनम् शुद्धभावन कार्यम्, अष्टम्यां पक्षिकायामुपशमनिरतैः साधुभिः कर्मभित्यै। चातुर्मासीदिने वा मनुजहितसंवत्सरीपर्वराजे,
तेऽवश्यं मुक्तिभाजो विदधति पठनाऽऽकर्णनेये किलाऽस्यः॥ આ શ્રાવકે આલોયણાનું નિરંતર પવિત્ર ભાવનાથી વાંચન તથા શ્રવણ કરવું જોઈએ ઉપશમ રસમાં નિરંતર તત્પર રહેનારે આઠમ - પાખી આદિ પર્વ તિથિએ આલોચનાનું વાંચન - શ્રવણ અવશ્ય કરવું જોઈએ, ચોમાસી તથા માનવસમૂહથી પૂજાયેલ પર્વાધિરાજ સંવત્સરીના દિવસે તો જે કોઈ આ શ્રાવક આલોયણાનું શ્રવણ - મનન -ચિંતન કરે છે તે પાપમુક્ત થઈ નિશ્ચિત રીતે મુક્તિનું સુખ પ્રાપ્ત કરે
છે.
एषाऽऽसीन्मुनिवर्यहीर लिखिता सम्यग् व्यवस्थां विना, वीरभ्रातृ - गुलाबचंद्रमुनिना संशोध्य सा निर्मिता। शून्याष्टाङकधराब्दमाघधवले सत्पञ्चमीवासरे,
ख्याते लिम्बडीपत्तने स्वषरयोर्निश्रेयसार्थं पुन: ॥ ३ ॥ સૌ પ્રથમ મહારાજ શ્રી હીરજી સ્વામીએ પૂર્વાપર સબંધ વિના આલોયણા અવ્યવસ્થિત રીતે તૈયાર કરી હતી તેનું સુંદર સંપાદન કરી મુનિશ્રી વીરજી સ્વામીના ભાઈ આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી
સ્વામીએ લોકોપકારના શુભાશયથી વિ.સં. ૧૯૮૦ના મહા સુદ પાંચના રોજ લીંબડી શહેરમાં આ આલોયણાનું સંકલન કરેલ તેની પ્રથમવૃત્તિ વિ.સં. ૨૦૦૭માં પ્રગટ થયેલ દ્વિતીયાવૃત્તિ વીર સંવત ૨૫૦૮માં પ્રગટ થયેલ કાળક્રમે થાડી સુધારા વધારાની આવશ્યકતા જણાતાં મૂળ કોપીમાં થોડો ફેરફાર કરી ૨૧ વરસ બાદ આલોયણાની આ તૃતીયાવૃત્તિ તૈયાર કરવામાં આવેલ છે.
* શ્રાવક આલોયણા સમાપ્ત *
૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org