Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 52
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા તમને દિકકુમારીઓએ ફુલરાવ્યા, મંગલ ગીતો ગાયા, ૬૪ ઇન્દ્રોએ મેરુશિખર પર તમારો જન્માભિષેક મહોત્સવ ઉજવ્યો, કેટલા મહાન પુણ્ય !!! છતાં પ્રભુ! તમે લેશ માત્ર પણ અભિમાન ન કર્યું! કારણ કે આપે આમાં કોઇ આત્મપુરુષાર્થ ન દેખ્યો પણ પુણ્યકર્મની લીલા દેખી, પરની લીલામાં શા અભિમાન કરવા? જયારે મને તો ધૂળ જેવી સંપત્તિ મળી છે. છતાં હું અભિમાનમાં મરું છું. તે હે જિનેશ્વર ભગવાન! તમે ચારિત્ર લઈને કેટલી બધી તપસ્યા કરી! કેવા પરિષહોને ઉપસર્ગો સહ્યા! દિવસ અને રાત ઉભા ઉભા કેવું ધ્યાન ધર્યું! આમાં જરાય સુકોમલતા ન રાખી, આની સામે મારી પાસે શી સાધના છે? નાથ! મને એવી સાધનાઓ કરવા બળ આપ. સહિષ્ણુ બનાવ. સર્વથા સંથારાનો વિધિ પૂ. શાસનોદ્ધારક દાદાગુરૂ શ્રી અજરામરજી સ્વામીની પરંપરા અનુસાર આજીવન અનશનવ્રતનો વિધિ તથા પરચકખાણ : પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ સાધકનું મુખ રખાવી દાભડા વિગેરેની પથારીએ પલાંઠીના આસને બેસાડી, હાથજોડી (દસનખ મસ્તકે અડાડી) અરિહંત, સિધ્ધ, ગુર્નાદિકને નમસ્કાર કરાવી, સર્વની સાથે ખમત ખામણા કરાવવા, વેરવિરોધ કોઇની સાથે થયો હોય તો તેને ખાસ ખમાવવા ત્યારબાદ નીચે પ્રમાણે વિધિ કરાવવી. સૌ પ્રથમ નવકારમંત્ર બોલી સ્તોત્ર સહિત માંગલિક સંભળાવી ને ક્ષેત્ર વિશુદ્ધિ કરાવવી ત્યારબાદ ચઉવિસંથો કહીને ચોથું અધ્યયન દશવૈકાલિકનું સંભળાવવું અને નીચે પ્રમાણે પચ્ચખાણ કરાવવા. તમારે દ્રવ્ય થકી સર્વ સાવધયોગ સેવવાના પચ્ચકખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાલ થકી જાવજીવ સુધી, ભાવથકી નવ નવ કોટિએ ઉપયોગ સહિત અઢાર પાપસ્થાનક સેવવાના પચ્ચકખાણ, જાવજીવ સુધી, અણસણં, અસણં, પાણ ખાઇમં સાઇમના ૪૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76