________________
પાપ શક્કિળી પ્રક્રિયા
- ત્રણ મિનિટની તૈયારી | હે આત્મનું! માત્ર ત્રણ જ મિનિટ આયુષ્યની બાકી હશે ત્યારે તું શું કરીશ? (૧) સર્વ પ્રથમ જીવનમાં આચરેલા અઢારે પાપ સ્થાનકોને શ્રી
અરિહંતની સાક્ષીએ યાદ કરીને વોસિરાવી દે! (૨) ત્યારબાદ ૮૪ લાખ જીવાયોનિ સાથે ક્ષમાપના કરી લે. (૩) ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી દે અને છેલ્લા શ્વાસે
આ દેહનો પણ ત્યાગ કરી દે. (૪) લીધેલા વ્રતમાં જે દોષ લાગ્યો હોય તેની પ્રભુની સાક્ષીએ
માફી માંગી લે. (૫) ચાર શરણાં અંગિકાર કરી લે. (૬) સર્વ જીવો પ્રત્યેના મમત્વ ભાવને છોડી દે. (૭) અને નવકારમંત્રના ધ્યાનમાં લયલીન બનીજા...
આટલું કરતાં કરતાં મૃત્યુ આવી જશે તો તારી સદ્ગતિ નિશ્ચિત છે. હવે વધારે ભવમાં ભટકવું નથી! ભગવાનનો ધર્મ હવે તારી આંગળી પકડીને તને મોક્ષના દ્વારે મૂકી આવવાનો છે.
ભાવની
હે કરૂણા સિંધુ! આપે તો પૂર્વભવથી જ કેટલી બધી આરાધના કરી! અદભૂત ધર્મ સાધના કરી ! હે મહાવીર દેવ! આપે તો એક લાખ વરસ મા ખમણના પારણે મા ખમણ કર્યા. તેની સામે હું શું કરું છું? ખાન-પાનનો સંસાર મને કયાં ખૂંચે છે? મને આ બધું ખોટું કયાં લાગે છે? પ્રભુ ! આ કુટિલ આહાર સંજ્ઞામાંથી મને બચાવ! હું તારું એવું ધ્યાન ધરું કે પાપી આહાર સંજ્ઞા પર મને ધૃણા છૂટે. હે ત્રિભુવનના નાથ ! તમને જન્મદાતા મોટી સામ્રાજ્ઞી,
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org