Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 27
________________ દાદાનો જાન . પાપ શાળી પ્રકિયા ધર્માદાની રકમ ઉચાપાત કરી હોય, ધર્માદાની રકમ જૂદી કાઢી ન હોય, કાઢી હોય તો પણ તેનું વ્યાજ આપ્યું ન હોય, ધર્માદાની રકમમાંથી કે ચાલતી સંસ્થામાંથી પોતાના ઘરનું કામ કરાવ્યું હોય, ધર્માદાનો હક્ક ડૂબાવ્યો હોય, ધર્માદા ખાતામાં તકરારો ઉભી કરી હોય. ધર્માદાના નામે લોકોને ઠગીને ધન મેળવ્યું હોય, બીજાના તાડાં ખોલી ચોરી કરી હોય, કોઈના ખેતરોમાંથી પોંક -સાંઠા -શાક - વિગેરેની ચોરી કરી હોય, કોઈની જમીન દબાવી પોતાનામાં ભેળવી દીધી હોય, ગૌચર તરિકે રખાતી જમીન દબાવી હોય ઈત્યાદિક જન્મથી માંડીને આજના દિવસપર્યત દ્રવ્ય - ક્ષેત્ર -કાલ - ભાવથી, દેશથી, સર્વથી, દિવસ - રાત્રિ સબંધી ત્રીજાવ્રતમાં કોઈ પણ ખંડના વિરાધનારૂપે પાપદોષ લાગ્યો હોય, અદત્તાદાનની આચરણા આચરી હોય, અચરાવી હોય કે આચરતાં પ્રત્યે ભલી જાણી હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ. ! ચોથાવતના અતિચાર | ચોથા સ્કૂલમૈથુન વિરમણંદ્રતના જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) ઉંમર લાયક ન હોય તેવી પરણેતર સ્ત્રી સાથે પુરુષ અને પુરુષ સાથે સ્ત્રીએ ગમન કર્યું (૨) સગપણ થયેલ હોય પણ લગ્ન થયેલ ન હોય તેવા સ્ત્રી-પુરુષે એકબીજા સાથે ગમન કર્યું હોય. (૩) સંભોગ સ્થાન સિવાય અન્ય અંગ વડે અનંગક્રીડા કરી હોય. (૪) પારકા વિવાહ વેવિશાળ મેળવ્યા હોય (૫) કામભોગની તીવ્ર અભિલાષા રાખી હોય. - એ ચોથાવ્રતના પાંચ અતિચાર માંહેનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડં. તદુપરાંત વિષયની આતુરતાએ, સરાગપણે સ્નેહપોષી કોઈ પણ જાતના ઉપાય વડે પરને મોહ ઉપજાવ્યો હોય, રૂપવંત સ્ત્રી-પુરુષને દેખી વિષયવાંછના કરી હોય, માતા - પિતા, ભાઈ - બહેન, પુત્ર - પુત્રી, ગુરૂ -ગુરૂણી આદિ પોતાના ઉપકારીના રૂપ જોઈ (૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76