Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 28
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા વિષયબુધ્ધિ ચિંતવી હોય, વિષયવિકાર વધે તેવા પદાર્થો વાપર્યા હોય, પૂતળી કે ચિત્રામણ સાથે આલિંગન આદિ પરિચારણા કરી હોય પશુઓના સંયોગ મેળવ્યા હોય, તેની કામચેષ્ટા જોઈ વિષય - વાસના જાગી હોય, વિષયવિકાર વધારે તેવા ડ્રેસ પરિધાન કર્યા હોય, લાજ - મર્યાદા ન જળવાય તેવા વસ્ત્રપરિધાન કરી અંગપ્રદર્શન કર્યું હોય, વિષય ચિંતવના દ્વારા મનના યોગ અસ્થિર થયો હોય, વિષયાશક્તિમાં આર્ત-રૌદ્રધ્યાન ધરી સંકલ્પ - વિકલ્પ કર્યા હોય, કામકથા કરી કંદર્પ ઉપજાવ્યો હોય, બિભત્સ - શૃંગારિક નવલકથા કે વાર્તાઓનું વાંચન કર્યું હોય, ગર્ભકાલ અને બાળકના સ્તનપાનના કાળમાં મૈથુનનું કે કુચેષ્ટાનું સેવન કર્યું હોય શીલભંગ કર્યો હોય, શીલવ્રતનો નિયમ લઈ ભાંગ્યો હોય, ગૃહસ્થાશ્રમના આભૂષણરૂપ એક પતિ | પત્નીવ્રતનું પાલન ન કર્યું હોય, પરસ્ત્રી માત - બેન સમાન, અને પરપુરુષને પિતા - ભાઈ સમાન જોયા ન હોય, તપસ્યા કે કરણીનાફળથી દેવ - દેવીના ભોગ ઈચ્છયા હોય, નિયામાં કર્યા હોય ઈત્યાદિક જન્મથી માંડી ને આજ પર્યત દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી, દેશથી, સર્વથી, દિવસ -રાત્રિ સબંધી ચોથાવતમાં કોઈ પણ રીતે ખંડના -વિરાધના થઈ હોય કે પાપ દોષ લાગ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ પાંચમા વ્રતના અતિચાર હવે પાંચમા સ્થૂલ ઈચ્છા - નિવર્તન કે પરિગ્રહ પરિમાણવ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) ઉપયોગ શૂન્યપણે બીજાની ઉઘાડી ભૂમિ કે ઢાંકીભૂમિ પોતાનામ ભેળવી પરિમાણનું અતિક્રમણ કર્યું હોય (૨) હદ રાખવા વધારે કિંમતના ઓછી કિંમતે મળતા હિરણ્ય, સુવર્ણ કે ઝવેરાત વેચાણ લઈ પોતાની હદ માનીને કે અજાણ્યે પરિમાણનું અતિક્રમણ કર્યું હોય (૩) શૂન્યતાપણે અધિકધન, ધાન્યના પરિમાણનું અતિક્રમણ ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76