Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 33
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા લાલ, સોરંગી, કમજ, મિણ, મજીઠ, ખાંખણ, ફટકડી, ધાવડી, ગળી આદિ રંગનો વ્યાપાર કરી લખવાણિજ્ય કર્મ આચર્યાં હોય, સોમલ, ક્ષાર, સંગોડીયો, વછનાગ, અફિણ, તાલકૂટ આદિ ઝેરનો વ્યાપાર કર્યો હોય, સર્પ કાર્કીડા, ગોહ, દેડકાં, આદિના ઝેર કરાવ્યા હોય કે કર્યાં હોય, તલવાર, પીસ્તોલ, તમંચા, કટાર, છરી, સ્ટેનગન, ટાઈમબોમ્બ, હાથબોમ્બ, અણુબોમ્બ, ખંજર, ભાલા, બંદુક, ધારિયા વિગેરે હિંસક શસ્ત્રોનો વ્યાપાર કર્યો કે કરાવ્યો હોય, સાબુ, સિંધવ, સાજીખાર, સોડા, સંચળ, નિમક, સૂરોખાર, નવસાર આદિ નિપજાવ્યાંકે ઉપભોગમાં લીધાં હોય ઈત્યાદિક વિષવાણિજ્ય કર્મ આચર્યાં હોય. શેરડીના વાઢ, કપાસના આડ પીલ્યા પીલાવ્યા હોય, યંત્રોથી અર્ક ખેંચ્યા હોય, ચરખા ઘાણી - ઘરઘંટી, મિક્ષચર, ચક્રંદા, જ્યુસર, ખાંડણીયા, ઘંટી, મિલ, જિન, પ્રેસ વિગેરે અધિકરણ બનાવી કે તેનો વ્યાપાર કરી જંતપિલણ કર્મ આચર્યાં હોય... પશુ-પક્ષીના કાન નાક આદિ ચિરાવ્યાં હોય. વાછરડા, વછેરાને ખસી કરાવી હોય, પશુઓના નાક ચરાવી નથ પહેરાવી હોય, ડામ દેવરાવી નિશાન કર્યાં હોય, મનુષ્યના લોહી, આંખ, કીડની, ચામડી આદિ અવ્યવોનો વેપાર કર્યો હોય, કે કાન નાક વિંધાવ્યા હોય, ખોજા - ખૂસરાના ધંધા કર્યા હોય ઈત્યાદિ નિલાંછન કર્મ આચર્યાં હોય. વનમાં દવ લગાડી વન બાળ્યાં હોય, ગામ બાળ્યાં હોય, ઓઘા સળગાવ્યા હોય આતંકવાદી સાથે ભળીને તોફાન કરતાં સરકારી મિલકતો, જાહેર મિલકતો કે બસ ટ્રેન રીક્ષા કે કોઈની દુકાનો વૈરભાવથી દ્વેષબુધ્ધિથી સળગાવી હોય, પશુ - પક્ષી કે મનુષ્ય બાળ્યાં હોય વન પર્વત નવડાવ્યા હોય ઈત્યાદિક દવાગ્નિ કર્મ આચર્યા હોય... અગ્નિદાહ લગાવી તળાવ સરોવર દ્રહ આદિ સોસાવ્યા હોય, કૂવાદિ ઉલેચાવ્યા હોય, નવાણોમાં ઝેર, ક્ષાર, નાખ્યા -નખાવ્યા હોય, ધાન્ય નિપજાવવા ડેમ કે બંધ માંથી નહેરો વહાવી હોય, વાડી બગીચામાં રેંટ જોડ્યા કે જોડાવ્યા હોય મોટર બેસાડી Jain Education International ૨૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76