Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 34
________________ પાપ શદ્ધિની પ્રક્રિયા પંપથી પાણી વહાવ્યા હોય, ઈત્યાદિક સર દહ તડાગ પરિસોસાણીયા કર્મ આચર્યા હોય... કૂતરા - બિલાડા - સકરા - બાજ આદિ હિંસક પશુ પાળી પોષીને વેંચ્યા હોય, પાવૈયા, લોંડી, તાયફા, દુરાચારી મનુષ્યો પોષી કંદર્પ વ્યાપાર કર્યો હોય, તથા આતંકવાદી - ત્રાસવાદી - દેશદ્રોહી વિગેરે મનુષ્યોને મદદ કરી હોય, પાપીઓને પાપ કરવામાં મદદ કરી હોય ઈત્યાદિક અસઈ જણ પોસણિયા કર્મ કર્યા હોય એ સાતમા વ્રતમાં પંદર કર્માદાનમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો જન્મથી માંડીને આજના દિવસ પર્યન્ત દ્રવ્ય - ક્ષેત્ર - કાળ ને ભાવથી, દેશથી, સર્વથી, દિવસ - રાત્રિ સબંધી અતિક્રમ -વ્યતિક્રમ અતિચાર, અનાચાર, કોઈ પણ દોષ સેવ્યો, સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંત સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં... 'આઠમા વ્રતના અતિચાર પોતાની કે કુટુંબની જરૂરીયાત સિવાય વ્યર્થ દોષજનક પ્રવૃત્તિ કરવી તે અનર્થદંડ, તેનાથી નિવૃત્ત થવું તે અનર્થદંડ વિરમણવ્રત તેના સબંધી જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. C (૧) કંદર્પ - કામવિકાર જાગે તેવી વાતો કરી હોય (૨) ભાંડના જેવી (જોકર જેવી) કુચેષ્ટાઓ કરી હોય (૩) વગર વિચાર્યું જેમ તેમ વચનો બોલાયાં હોય (૪) પોતાના ખપ કરતાં વધારે હિંસક અધિકરણો બનાવ્યાં હોય (૫) ભોગોપભોગની વસ્તુ અધિક વધારી હોય... એ આઠમા વ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં. વળી પારકાદોષ જોયા હોય, પારકી નિંદા કરી હોય, પરધનની ઈચ્છા કરી હોય, પરસ્ત્રીના રૂપ લાવણ્ય દેખી તેના ભોગની અભિલાષા કરી આર્તધ્યાન કર્યું હોય, બીજાને દુ:ખી જોઈને હર્ષ થયો હોય, બીજાને સુખી જોઈને ખેદ થયો હોય, એકનો જય ને બીજાનો પરાજય ઈચ્છયો હોય, ભવિષ્યમાં આવનાર વિપત્તિની કલ્પનાથી ચિંતા ઉપજી હોય, ઈષ્ટજનોનો વિયોગ થતાં કૂટણ - પીટણ કર્યા ૨૮ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76