Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 41
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા સુખની ઈચ્છા કરી હોય, (૨) ઈન્દ્રાદિકની પદવી તથા દિવ્ય ભોગવિલાસ પામું એમ પરલોકના સુખની ઈચ્છા કરી હોય, (૩) સંથારો વધારે ચાલે તો પૂજા સત્કાર વધારે થાય એમ વિચારી જીવવાની અભિલાષા કરી હોય, (૪) ભૂખ - તરસઆદિનું કષ્ટ સહન ન થતાં મરણની અભિલાષા કરી હોય, (૫) મરણાંત સુધી જન્માંતરે ભોગ પામવાની આકાંક્ષા કરી હોય, એ સંથારાના પાંચ અતિચાર માંહેનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુકાં. કરી વળી સંથારો આદરતાં પૂર્વે શરીર, ઉપધિ, કુટુમ્બ, પરિવાર આદિ પરિગ્રહ ઉપરથી પુરેપુરી મમતા ઉતારી ન હોય, ચોરાશી લક્ષ જીવોની સાથે ખમત ખામણા કર્યા વિના અનશન કર્યું હોય - ખરેખર જેની સાથે વૈરભાવ છે તે વ્યક્તિ સાથે ખમત ખામણા કર્યા વિના અનશન કર્યું હોય, કષાય પાતળા પાળવાની સંલેખણા કરી ન હોય, ઈન્દ્રિયદમન કર્યું ન હોય, મનવશ કર્યું ન હોય આલોકના કે પરલોકના સુખ -યશ - કીર્તિનો લોભ રાખ્યો હોય, પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કર્યું ન હોય, દર્ભાદિકની પથારીના બદલે શય્યા - ગાદલાં - તળાઈ વિગેરેની કરી હોય, પલ્યકાદિક આસને બેસી પૂર્વ કે ઉત્તરદિશા સ્નમુખ રાખી સંથારો કર્યો કરાવ્યો ન હોય, નવે નવ કોટિએ પાપના પચ્ચકખાણ કર્યા છતાં ઉપયોગ સ્થિર ન રહ્યો હોય, રોગાદિક પરિષહ પડતાં મન ચલવિચલ થયું હોય, સંથારો કરાવનારનો દોષ જોયો હોય પરિણામની ધારા નિર્મળ રહી ન હોય, પર્યત આલોચના કર્યા વિના સંથારો કર્યો હોય, સંથારાનો અવસર આવ્યા છતાં સંથારાની ભાવના ભાવી ન હોય, સંથારાની શ્રધ્ધા રાખી ન હોય, સંથારાની યોગ્યતા વાળાને સંથારો કરતાં અટકાવ્યા હોય સંથારાની હાંસી મજાક કે અવહેલના કરી હોય, - ઈત્યાદિક જાવજીવ કાળના અનશન રૂપ તપમાં રાત્રિ - દિવસ સબંધી, ખંડના વિરાધના થઈ હોય અતિક્રમ વ્યતિક્રમ અતિચાર - અનાચાર જાણતાં - અજાણતાં મન - વચન - કાયાએ કરી જે કોઈ દોષ સેવ્યો - સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ ! ૩૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76