________________
પાપ શુદ્ધિની પ્રક્રિયા
અગિયારમા વ્રતના અતિચાર
હવે અગિયારમાં પ્રતિપૂર્ણ પૌષધવ્રતમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું.
(૧) પૌષધશાળા, સ્થાન, પથારીનું દિવસમાં બે વખત પડિલેહણ કર્યું ન હોય, કર્યું હોય તો અવિધિએ કર્યું હોય (૨) સ્થાન, પથારી આદિને પૂજ્યા ન હોય, પંજ્યા હોય તો અવિધિએ પૂજ્યા હોય (૩) લઘુનીત - વડીનીત પરઠવાની ભૂમિનું પડિલેહણ કર્યું ન હોય, કર્યું હોય તો અવધિએ કર્યું હોય, (૪) લધુનીત -વડીનીત પરઠવાની ભૂમિ પંજી ન હોય, પૂંજી હોય તો અવિધિએ પૂંજી હોય (૫) ઉપવાસ સહિત પૌષધનું સમ્યક રીતે પાલન કર્યું ન હોય.
એ અગિયારમાં પ્રતિપૂર્ણ પૌષધવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં.
વળી આઠ પ્રહરનો પરિપૂર્ણ પૌષધ કર્યો ન હોય, પૌષધ બાંધતા પહેલાં વસ્ત્રો - ગુચ્છો - આદિનું પ્રતિલેખન કર્યું ન હોય, ઈરિયાવહીનો કાઉસગ્ન કર્યો ન હોય, પૌષધમાં વિકથા કરી હોય, સંજ્ઞાનું સેવન કર્યું હોય, સાંસારિક વાતો કે પ્રવૃતિ કરી હોય, ઘર - દુકાન આદિની ચાવીઓ સાચવી હોય, પારણા - અતરવારણ કે લેવાની લાલચ રાખી હોય, પૌષધનું ફળ માંગી નિયાણું કર્યું હોય. પૌષધ દરમ્યાન કષાય સેવન કર્યું હોય, પૌષધમાં યોગ - ભાષા - દષ્ટિ કે કષાય ચપલતા સેવી હોય, ભૂખ લાગવાથી ખાવાની ઈચ્છા કરી હોય રાત્રિમાં ઉઘાડા માથે બહાર જવાયું હોય, આદર ભાવપૂર્વક પૌષધનો વિધિ જાળવ્યો ન હોય, જાડી ગાદલા જેવી પથારી કે
ઓસિકાનો ઉપયોગ કર્યો હોય, પૌષધમાં પ્રમોદભાવ ન રાખતાં મનમાં ઉગ કર્યો હોય ઈત્યાદિક અગિયારમા વ્રતમાં આજના દિવસ પર્યત દેશથી - સર્વથી, દિવસ સબંધી, રાત્રિસબંધી ખંડના વિરાધના થઈ હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં અજાણતાં મન - વચન - કાયાએ કરી કોઈ દોષ સેવ્યો હોય તેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ..
= ૩૩
—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org