Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 37
________________ પાપ શદ્ધિની પ્રક્રિયા હવે નવમા સામાયિકવ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) મનની માઠી પ્રવૃત્તિ કરી હોય. (૨) વચનની દુષ્ટ પ્રવૃત્તિ કરી હોય (૩) કાયાની કિલષ્ટ પ્રવૃત્તિ કરી હોય (૪) સામાયિકની સ્મૃત્તિ રાખી ન હોય (૫) સામાયિક પુરૂં થયા પેલાં પાળ્યું હોય. - એ નવમા સામાયિકવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડું | તદુપરાંત સામાયિકનું સ્વરૂપ બરાબર જાણ્યું ન હોય, પાઠનો ઉચ્ચાર સરખો કર્યો ન હોય, પાઠના ક્રમનું ધ્યાન રાખ્યું ન હોય, કાઉસગ્ન કરવો જોઇએ તેવી રીતે કર્યો ન હોય, કાઉસગ્ગને દોષ ટાળ્યા ન હોય, સામાયિકમાં યોગ ચપલતા, દષ્ટિ ચપલતા, ભાષા ચપલતા, કષાય ચપલતા સેવી હોય સામાયિકમાં સ્વાધ્યાય શ્રવણ ચિંતન વાંચન-મનન ધ્યાન કાઉસગ્ગ કરવો જોઇએ તે કર્યો ન હોય આળપંપાળ કરી હોય, વિકથા ફરી હોય, નિંદાકુથલી કરી હોય, વ્યાપાર ધંધાની વાતો કરી હોય, કજીયા-ક્લેશ કર્યા હોય, વ્યવહારની ચોખવટ -ચોવટ ચલાવી હોય, સમભાવની શ્રેણી ઉપર ચડવા કોશીશ કરી ન હોય, મન શુદ્ધિ અને વિચાર શુદ્ધિ કેમ થાય? તેનો વિચાર સરખો પણ કર્યો ન હોય, સામાયિક પાળવામાં ઉતાવળ કરી હોય. સામાયિકમાં સાંસારિક કામનું ચિંતન કર્યું હોય, અવ્રતીને આવકાર આપ્યો હોય, લઘુનીત - વડીનીત યોગ્ય રીતે પરહ્યાં ન હોય, રાત્રે ઉઘાડે માથે અગાસામાં જવાયું હોય, પરહ્યા પછી ઈરિયાવહીનો કાઉસગ્ગ ન કર્યો હોય, સામાયિકના બત્રીસદોષ માંહેલો કોઈ પણ દોષ લગાડ્યો હોય, ગૃહસ્થ વેશમાં સામાયિક કર્યું હોય, સામાયિક નિમિત્તે લાણી - પ્રભાવના લેવાની લાલચ રાખી હોય, આલોક કે પરલોકના ભોગવિલાસ મેળવવાની ઈચ્છાએ સામાયિક કર્યું હોય. ઈત્યાદિક સામાયિક કરણીના આજના દિવસ પર્યન્ત દેશથી સર્વથી, દિવસ સબંધી, રાત્રિ સબંધી, ખંડના વિરાધના થઈ હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, આણાચાર જાણતાં અજાણતાં મન - વચન -કાયાએ કરી કોઈ પણ દોષ સેવ્યો, સેવરાવ્યો, અનુમોધો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં ! ૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76