Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 31
________________ પાપ શદ્ધિની પ્રક્રિયા અચિત્ત વસ્તુ ગુંદર ઉખેડીને કે પાકાં ફળ તોડીને ખાધાં હોય, (૩) અપવિપણે પકવેલી વસ્તુ ઊંધીયા તથા ભડથ કરીને ખાધાં હોય તેમજ (૪) કાંઈક સચિત્ત અને કંઈક અચિત્ત એવો ચાળ્યા વિનાનો લોટ વાપર્યો હોય, તથા ઓળા, પોંક વિગેરે ખાધા હોય, (૫) જેમાં ખાવાનું થોડું અને નાખી દેવાનું ઘણું તેવી તુચ્છ વસ્તુ - શેરડીના સાંડા, સીતાફળ, બોર આદિ ખાધાં હોય એ સાતમા વ્રતના ભોજન સબંધી પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડં. | તેમ જ ફળો ખાવાની મુદત વિત્યા પછી ફળોનો ઉપયોગ કર્યો હોય, નદી - તળાવ સ્વિમિંગ હોજ આદિમાં પડી નવાણ ડોળી સ્નાન કર્યું હોય, કોશેટામાંથી બનાવેલા રેશ્મી સિલ્કી - વસ્ત્રો વાપર્યા હોય, પશુની ચરબી - ચામડી - પિંછા આદિમાંથી બનાવેલા હિંસાથી નિષ્પન્ન થયેલા પફ - પાવડર - ક્રિમ - પર્સ - વસ્ત્ર આદિ સૌંદર્ય પ્રસાધનો વાપર્યા હોય, અનંત જીવોના સ્થાન રૂપ કોમળ પુષ્પોના ગજરા -હાર - તોરા કે મૃગાંર કર્યા હોય, રોગકર અને મોહક એવા માદક પદાર્થોનું તથા ઠંડાપીણાનું સેવન કર્યું હોય, મહાવિગય દારુ - માંસ વિગેરે તથા બાવીસ પ્રકારના અભક્ષ્ય અને બત્રીસ પ્રકારના અનંતકાયનું ભક્ષણ કર્યું હોય, જીભના સ્વાદે વિવિધ પ્રકારના ભોજન તીવ્રપરિણામથી કરાવ્યા હોય તેમજ તેને રસપૂર્વક વખાણી વખાણીને ખાધા હો.. જેના વર્ણ ગંધ રસ સ્પર્શ બગડી ગયા હોય અને લીલ - કુલ આવી ગયા હોય તેવી વસ્તુ ખાધી હોય, ઈત્યાદિક ૨૬ બોલની જે મર્યાદાઓ કરી છે તેમાં ઉપયોગ રાખ્યો ન હોય અને ભેળસેળ કે અજાણતા કોઈ પણ વસ્તુ વાપરી કે વપરાણી હોય તેની દેશથી કે સર્વથી દિવસ - રાત્રિ સબંધી કોઈ પણ બોલની ખંડના કે વિરાધના થઈ હોય તો તસ્સમિચ્છામિ વળી પંદર કર્માદાનમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. ચૂનો - ઈંટ - નળિયાં - કોલસા વિગેરે જે કોઈ પણ ચીજો ભઠ્ઠીથી નિપજે છે તેવી કોઈ પણ જાતની ભઠ્ઠી કરી કે કરાવી હોય, નીંભાડા પડ્યા પકવાવ્યા હોય, લુહાર, ભાડભૂંજા, કલાલ, છીપા, સોની, કંસારા, કંદોઈ, રંગારા આદિનો ૨૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76