Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 25
________________ - પાપ શદ્ધિની પ્રક્રિયા કરવાની ફરજ પાડી હોય, કોઈને ફાંસીએ ચડાવતાં જોવા જવાયું હોય, કોઈને ફાંસી અપાય તેવું ચિંતન કર્યું હોય, આવા અનેક અપરાધો જન્મથી માંડીને આજના દિવસ પર્યત દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી, તેમજ દેશથી, સર્વથી દિવસ કે રાત્રિ સબંધી પહેલા વ્રતમાં કોઈ પણ રીતે ખંડના કે વિરાધના થઈ હોય, દોષ લાગ્યો હોય, પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય કે અનુમોધું હોય, તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુકકડ. બીજાવ્રતના અતિચાર ) બીજા સ્થલ મૃષાવાદ વિમરણવ્રતના જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) આગલાને ધ્રાસ્કો પડે કે ઉગ ઉપજે તેવી સાહસકારી કે અણવિચારી ભાષા બોલાણી હોય. (૨) કોઈના રહસ્યની વાત પ્રગટ કરી હોય, (૩) સ્ત્રીપુરુષના મર્મ પ્રકાશ્યા હોય, એબ ઉઘાડી કરી હોય (૪) ખોટો ઉપદેશ કે ખોટી સલાહ આપી હોય. (૫) હૂંડિયામણના વધ-ઘટ ભાવને લઈ હૂંડીમાં એકાદ તારિખનો ફેર કરી કે બિમારીના બહાને કોઈ વહાલાને તેડાવ્યાનો લેખ લખ્યો હોય એમ બીજાવ્રતના પાંચ અતિચાર માંહેનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં! તદુપરાંત કન્યાવિક્રય, કે વરવિક્રય કર્યો હોય, ગાય - ભેંસ વિગેરે પશુ સબંધી અને જમીન સબંધી, ક્રોધ-માન-માયા- લોભલાલચ - હાસ્ય- ભયથી જુઠું બોલાયું હોય, પારકી થાપણ ઓળવી હોય, મોટી કૂડી શાખ પુરી હોય, પારકા અવર્ણવાદ બોલાયા હોય, ચાડી - ચૂગલી કરી હોય, કોઈના ઉપર ખોટાં આળ ચડાવ્યા હોય, કર્કશ - કઠોર અને પરને પીડાકારી ભાષા બોલાણી હોય, હિંસાકારી ઉપદેશ આપ્યો હોય, પોતાનો દોષ બીજાના ઉપર નાખ્યો હોય, વડિલ - ગુરૂજનોનું અપમાન કર્યું હોય, કોઈને હલકા પાડવા માટે હાંસી - મશ્કરી કે ચેષ્ટા કરી હોય, લાલચવશ કોઈની ખોટી ખુશામત કરી હોય, પોતાની પ્રશંસા કે આત્મશ્લાઘા કરી હોય, (૧૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76