Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 24
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા પીંછાવાળી ટોપી, ફરના કોટ, ચરબીવાળાં વસ્ત્રો કે ઘી - તેલ આદિ વાપર્યા હોય, સૌંદર્ય પ્રસાધનો, આદિ અનેક વસ્તુ વાપરી હોય કે વ્યાપાર કર્યો હોય. અરગણ પાણી વાપરતાં પોરા - માછલાં વિગેરે ત્રસજીવની વિરાધના કરી હોય, અપંગણ પાણી પીધું કે વાપર્યું - વપરાવ્યું હોય, રોગ ઉત્પન્ન થાય તેવી રીતે પાણી ઢોળી ગંદકી કરી હોય, ગેસ - સ્ટવ - ચૂલા - ઓવન - તાવડી - સગડી આદિ પૂંજ્યા વિના જોયા વિના વાપર્યા હોય, મિક્ષચર - ઘરઘંટી - વોશિંગમશીન, ન્યૂસર, આદિ સાધનોનો ઉપયોગ જોયા - પૂંજ્યા વિના કર્યો હોય. ખૂલ્લા દીવા પ્રગટાવ્યા હોય, મીણબતી આદિ રોશની કરવા માટે જલાવ્યા હોય. પંખા -વિંઝણા વિગેરેથી વાયુના જીવો વિચાર્યા હોય, વનસ્પતિના છેદન -ભેદન કર્યા હોય, બેઈન્દ્રિય - તેઈન્દ્રિય - ચઉન્દ્રિય આદિ ત્રસજીવોને હાલતાં ચાલતાં - આરંભ સમારંભ કરતાં હણ્યા હોય, દુભાવ્યા હોય, શોધી શોધીને જાહેરમાર્ગમાં નાંખ્યા હોય, પગતળે કચર્યા હોય, હાથથી મસળ્યા હોય, સ્થાનભ્રસ્ટ કર્યા હોય, તડકે નાખ્યા હોય, પીલી માર્યા હોય, ઝેરી દવા છાંટી માર્યા હોય, સાપ, વિંછી, ખજૂરા, ઉદર, ગરોડી આદિ દાબી દુભવ્યા હોય, હડકાયા કુતરા કે શિયાળ માર્યા હોય કે મારવાનો ઉપદેશ આપ્યો હોય, પાંચે સ્થાવરનો -આરંભ સમારંભ કરતાં હર્ષ આપ્યો હોય, અભિમાન કર્યું હોય, કૃતાર્થભાવ માન્યો હોય મોટા આરંભ - સમારંભના કારખાના, જિન, મિલ, પ્રેસ, સંચા, વહાણ, સ્ટીમર, સબમરિન - પ્લેન - હેલીકોપટર આદિ બનાવ્યા કે ચલાવ્યા હોય તેમજ બનાવવાની અભિલાષા રાખી હોય, પશુ પક્ષીને માંહોમાંહ લડાવ્યા હોય, લડતાં જોઈ છોડાવ્યા ન હોય ને તેમાં રમત - ગમત માની હોય, બાળકો કે માણસોને ઉશ્કેરી વઢાવ્યા હોય, માર મરાવ્યો હોય, કોરટે ચડાવ્યા હોય, દેશો વચ્ચે ચાલતી લડાઈ લંબાવવા કે જય - પરાજય ઈચ્છયો હોય, લડાઈના સમાચારોમાં અહોનિશ રસ લીધો હોય, લડાઈ લંબાતાં વ્યાપાર આદિમાં લાભ માન્યો હોય, ભાવ વધારવાના લોભે દુકાળની ઈચ્છા કરી હોય, પશુઓના મરણ ઈચ્છયા હોય, સંકટ આવે આત્મઘાત ચિંતવ્યો હોય, કોઈને આત્મઘાતની સલાહ આપી હોય, આત્મઘાત = ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76