Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 22
________________ પાપ શદ્ધિની પ્રક્રિયા દિર્ગનાચારની આલોયાણા સમક્તિના અતિચાર:- હવે શ્રી જૈનધર્મની શ્રધ્ધારૂપ સમક્તિને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું (૧) એક સોયની અણી ઉપર જેટલું કંદમૂળ રહે તેમાં અનંતા જીવ ભગવાને કહ્યા છે તે હશે કે નહિં હોય? ઈત્યાદિક - જિન વચનમાં શંકા રાખી હોય (૨) અસત્યમાર્ગની અભિલાષા કરી હોય (૩) કરણીના ફળમાં શંકા રાખી હોય (૪) પાખંડમતનો પ્રભાવદેખી પ્રશંસા કરી હોય (૫) પાખંડીઓનો પરિચય કર્યો હોય. એમ સમક્તિના પાંચ અતિચાર સબંધી કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડં. તેમજ મનમાં વહેમ રાખી લૌકિક અને લોકોત્તરે મિથ્યાત્વ સેવ્યું હોય, ધર્મ નિમિત્તે આરંભ સમારંભ કર્યા હોય, પીપળે પાણી રેડ્યું હોય, દીપમાલા કરી - કરાવી હોય, રુદ્ર - રુદ્રાણી, દેવ - દેવી, ગોત્રજ - પૂર્વજ, આશાપાલ - ક્ષેત્રપાલ, ઈત્યાદિક નિમિત્તે યજ્ઞ -હોમ - હવન કર્યા હોય, પશુવધ કર્યા હોય, ઝાડ - નદી - કુંડ -તળાવ - સ્તંભ - સ્તંભ વગેરેને તારક માન્યા હોય, લોકોત્તર પર્વને લૌકિકપર્વ કરી માન્યા હોય, તાબૂત - પીર -પયગંબરની માનતા કરી હોય, તેમજ આ લોકના સુખના અર્થે ધર્મની માનતા કરી હોય, જડપૂજા મૂર્તિપૂજા કરી હોય, તથા તીર્થયાત્રામાં પુણ્યફલ હોવાનું માન્યું હોય, પાસત્થા - પરીવાઈ શ્રાવક અથવા મુનિનો પરિચય કર્યો હોય, સિથિલાચારી થવામાં સહાયતા કરી હોય, અસંયમની વૃધ્ધિ કરી -કરાવી હોય, સાધુને કુસાધુ જાણ્યા હોય, કુસાધુને સાધુ જાણ્યા હોય, ધર્મને અધર્મ જાગ્યો હોય, અધર્મને ધર્મ જાણ્યો હોય, માર્ગને કુમાર્ગ અને કુમાર્ગને માર્ગ જામ્યો હોય ઈત્યાદિક પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વમાંથી કોઈ પણ મિથ્યાત્વ સેવ્યું હોય, સમક્તિ જાય તેવા કષાયો કર્યા હોય, સમક્તિની નિંદા -હિલના કરી હોય, ઉપકાર ઓળવ્યા હોય, આશાતના કરી હોય, સમક્તિ પામતાને અંતરાયપાડી સમક્તિભ્રષ્ટ કર્યા હોય સમક્તિ પ્રત્યે ઈર્ષા - દ્વેષ કર્યા હોય, તેની સાથે ખોટો વિખવાદ કે તિરસ્કાર કર્યો હોય સમક્તિના આઠ આચાર જેવા કે - (૧) જિનવચનમાં શંકા 15 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76