Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 23
________________ પાપ શક્કિળી પ્રક્રિયા ન રાખવી (૨) અન્ય મતની આકાંક્ષા ન કરવી (૩) ધર્મના ફળમાં સંદેહ ન રાખવો (૪) અન્ય મતના આડંબર દેખી તેમાં આસક્ત ન થવું (૫) જિનપ્રરૂપિતધર્મના ગુણ દીપાવવા (૬) ધર્મથી પતન પામતાને ધર્મમાં સ્થિર કરવા (૭) સ્વધર્મીની સેવા - ભક્તિ, વિનય - વાત્સલ્ય કરવા (૮) વીતરાગના વચનની પ્રભાવના કરવી. એમ સમક્તિના આઠ આચારમાંના કોઈ પણ આચારની ખંડના કે વિરાધના કરી હોય, બરાબર રીતે આચાર પાળ્યા ન હોય, સમક્તિના વિષે કોઈ પણ દોષ સેવ્યો હોય, સેવરાવ્યો હોય કે સેવતાને અનુમોદ્યો હોય, તેમ જ દ્રવ્યથી ક્ષેત્રથી, કાલથી, ભાવથી, દેશથી, સર્વથી દિવસ સબંધી, રાત્રી સબંધી કોઈ પણ અપરાધ કર્યો કરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંત, સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ 'ચારિત્રાચારની આલોયણા | પ્રથમ વ્રતના અતિચાર હવે ચારિત્રાચારમાં પ્રથમ સ્થૂલપ્રાણાતિપાત વિરમણવ્રતના અતિચાર સબંધી જે દોષ લાગ્યા હોય તે આલોઉં છું. (૧) કષાય કે અજ્ઞાનપણે ત્રસજીવને ગાઢ બંધને બાંધ્યા હોય (૨), કષાય વશ લાકડી આદિથી મૂઢ માર માર્યો હોય (૩) રાગ-દ્વેષથી ત્રસજીવનો કાન - નાક - પૃચ્છ વિગેરે અવયવો છેલ્લાં હોય (૪) પશુ વિગેરે ઉપર હદ ઉપરાંતભાર ભર્યો હોય (૫). મનુષ્ય કે પશુ- પક્ષી આદિ કોઈ પણ જીવને ભાત - પાણીનો અંતરાય કર્યો હોય એ પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડ વળી સડેલા ધાન્ય સાફ કર્યા વિના વાપર્યા હોય, સડેલા ધાન્ય જેમાં ઘણી બધી જીવાત પડી હોય તેનો વ્યાપાર કર્યો હોય, જેમાં પંચેન્દ્રિયજીવોની હિંસા થાય તેવા હાથીદાંતની વસ્તુ, ૧૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76