Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay
View full book text
________________
પાપ શદ્ધિની પ્રક્રિયા
તથા ધન્ય છે તે ગુણધારી શ્રાવકવર્ગને કે જે શીલવાન, સત્યવાદી, નીતિવંત, ક્ષમાવંત, વૈર્યવંત, લજ્જાવંત, પાપભીરૂ, શીતલવાણી વદનાર, ગુણગ્રાહી, પરદુ:ખભંજન, દાનેશ્વરી, પુણ્યઆત્મા, વિનીત, કલ્યાણકારી બુધ્ધિવાળા, પરોપકારી, ગંભીર, સૌંદર્યશાલી, સરલસ્વભાવી, વાત્સલ્યવંત, ચતુર્વિધ સંઘના સેવક વિગેરે ગુણોયુક્ત શ્રાવકવન ધન્ય છે. તે આત્મન્ ! તને પણ તે ગુણો જ્યારે પ્રાપ્ત થશે ત્યારે તારું કાર્ય સફળ થશે માટે ભવનિધિ તારક એવો વીતરાગનો ધર્મ પામી, પાપથી પાછા પગલાં ભરી, પાપદોષોનું નિવારણ કર.
પૂર્વભવમાં કરેલા પાપોનું
' : મિચ્છામિ દુક્કડે : પૂર્વજન્મમાં ખાટકીનાભવે નિરપરાધી પંચેન્દ્રિયજીવોને બાંધી, ત્રાસ પમાડી, ગળાં કાપ્યાં હોય. ચાડીમારનાભને પક્ષીઓને જાળમાં ફસાવ્યાં હોય, પાંખો છેદી હોય, ગોળીથી વિંધ્યા હોય, ગરમ પાણીમાં ઝબોળ્યા હોય, પરાધીનાભ પાશજાળ રચી હરણ-સસલાદિજીવોને ફસાવી બાંધ્યા હોય, છેદન ભેદન કરી પ્રાણ લૂંટ્યા હોય માચ્છીમારનાભવે પાણીમાં જાળ નાખી માછલા પકડીને માર્યા હોય, જમીનપર નાખી સુકવણી કરી હોય, કોળી-ભીલ-વાઘરી -મલેચ્છ આદિ અનાર્યભવમાં શિકાર કર્યા હોય. ત્રસજીવોને ફફડાવ્યા હોય, અંગોપાંગ છેડ્યાં હોય, નિર્દયપણે મારમાર્યો હોય, કાજી મૂલ્લાંના ભવે મારણમંત્ર પઢી જીવમાર્યા હોય, કુરબાની કરી-કરાવી હોય, વામમાર્ગી પંથમાં દેવ-દેવીની માનતા નિમિત્તે ઘેટાં, બકરાં, પાડા કે મનુષ્યનો ભોગ આપ્યો - અપાવ્યાં હોય, કોટવાળના ભવમાં મનુષ્યને જેલમાં પૂર્યા હોય, ભૂખે માર્યા હોય રિમાન્ડ પર લીધા હોય, ફાંસી-શૂળીએ ચડાવ્યા હોય કે ફાંસી આપવાનો હુકમ ફરમાવ્યો હોય, પરમાધામીના ભવે નારકીને માર મારી દુ:ખ દીધું હોય, કુંભારના ભવે નિંભાડા પકાવ્યા હોય, લુહાર તેમજ સોનીનાભવે ધાતુ ગાળવા, ઘાટ ઘડવા અગ્નિ આરંભ કર્યો હોય, ચુનારાના ભવે ભઠ્ઠીઓ સળગાવી હોય, તેલીના ભવે તેલ પીલ્યા હોય, હાળીના ભવે હળ હાંક્યા હોય, પૃથ્વીના પેટ ફોડ્યા હોય, બળદને ભૂખે માર્યા હોય, આર ભોંકી હોય, ભાડાના લોભથી
(૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76