Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 16
________________ પાપ શુદ્ધિની પ્રકિયા श्री महावीराय नमः पूज्य श्री अजरामरजी स्वामि सद्गुरवे नमः શ્રાવક આલોયણા મંગલા ચરણ પ્યારા પ્રાણથકી અધીક મુજને, દેવાધિદેવ પ્રભુ, તત્પશ્ચાત્ હૃદયે છબી સુગુરૂની, માનું હું મારા વિભુ, સિદ્ધાર્થ ત્રિશલા તણા તનય જે, મા કંકુના નંદ જે, આ બન્ને ઉપકારિના ચરણમાં, ભાવે કરું વંદના. प्रणम्य श्रीमहावीरं, सर्वज्ञं सर्वदर्शिनम्। श्रावकाऽऽलोचनां कुर्वे, - ऽतिचारादिविशुद्धये ॥ શરૂઆતમાં મહામંગલકારી પંચપરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરી સ્તોત્રો બોલી, ચત્તાર મંગલમ્નો પાઠ કહી શ્રાવક આલોયણાની શરૂઆત કરવી. ગણધર મહારાજા શ્રી ગૌતમ સ્વામી પ્રભુશ્રી મહાવીર સ્વામીને પ્રશ્ન કરે છે કે आलोयणयाए णं भंते! जीवे किं जणयइ ? नियाण मिच्छादरिसण सल्लाणं, -હે સ્વામિન્ આલોચના કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે आलोयणाए णं माया મોÜમ વિધાળું, અનંત - સંસારબંધળાળ, સદ્ઘરળ રેફ, उज्जुभावं च जणयइ, उज्जुभावपडिवन्नेयंणं जीवे अमाइ इत्थीवेयं नपुंसगवेयं च न बंधइ, पुव्वबद्धंचणं निज्जरेड् ॥ અર્થ:- હે ગૌતમ! આલોચના કરવાથી મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનારા, અને અનંત સંસાર વધારનારા માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિચ્છાĒસણ શલ્ય એ ત્રણ પ્રકારના શલ્યનો ઉચ્છેદ થાય છે. શલ્યનો વિનાશ થતાં ૠજુભાવસરલભાવ પ્રગટ થાય છે. અને આવી રીતે સરલ થયેલો જીવ અમાયી બની સ્રીવેદ કે નપુંસકવેદ એ બંને વેદને બાંધે નહીં. પૂર્વે બાંધ્યું હોય તો તેને નિર્જરી નાખે. આ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનના પાંચમા પ્રશ્નોત્તરમાં કહ્યું છે. માટે શલ્યને કાપનારી તેમજ સરલતા આણનારી આલોયણા Jain Education International ૧૦ For Personal & Private Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76