Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 17
________________ પાપ શદ્ધિની પ્રક્રિયા આત્માની વિશુધ્ધિ માટે મુમુક્ષુ જીવોએ અવશ્ય કરવી. રીત | આલોયણા કરતા અગાઉ એકચિત્ત થઈ વિચારવું કે સર્વ સંસારીજીવો અનાદિકાલથી અનંતપુદ્ગલ પરાવર્તનમાં અનેક રૂપ ધારણ કરી ભવપરંપરામાં ભ્રમણ કર્યા કરે છે. અને જન્મ-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપ અનેક પ્રકારનાં દુ:ખો સહન કરે છે. ભવભ્રમણ કરતાં કરતાં અનેક વખત ત્રણ-સ્થાવર, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય નારક, મનુષ્ય, દેવ પણે આ જીવ ઉત્પન્ન થયો દરેક જીવોની સાથે માતા-પિતા આદિ અકુલ અને નોકર-ચાકર-શત્રુ આદિ પ્રતિકુલ સંબંધો અનંતી અવંતી વાર સંસારમાં સંબંધો બાંધ્યા. મારા ને પરાયા વ્હાલાને વેરી, એમ રાગદ્વેષની પરિણતિથી મમત્વભાવે સંસારમાં પરિભ્રમણ કરતાં ચૌદ રાજલોકના અસંખ્યાતા આકાશપ્રદેશો અનંતી અવંતીવાર જન્મમરણ દ્વારા સ્પર્શી આવ્યો. પરંતુ સમક્તિરૂપ-સુધર્મની પ્રાપ્તિ સિવાય કંઈ લાભ થયો નહીં માટે હે આત્મન્ ! પૂર્વના પુણ્યોદયથી મનુષ્યભવ, આર્યક્ષેત્ર ઉત્તમકુલ, નિરોગી શરીર, દીર્ઘ આયુષ્ય, પૂર્ણ ઈન્દ્રિયત્વ, સત્સમાગમ વિગેરે અનેક પ્રકારની ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ! અને વિશેષ પુણ્યોદયથી ગુરૂકૃપાથી વીતરાગપ્રણીતધર્મ, સહણા, પ્રરૂપણા અને સ્પર્શનારૂપે પ્રાપ્ત થયો તેથી હે આત્મનું પ્રમાદનો ત્યાગ કરી સુધર્મને આરાધીલે આવો સુંદરયોગ ફરી ફરી મળવો દુર્લભ છે. માટે સંસારની આસક્તિનો ત્યાગ કરી ધર્મને આરાધી લે. | હે આત્મન્ ! તું વિચાર કર કે નવપ્રકારનો બાહ્ય પરિગ્રહ તે એકાંત દુ:ખદાયી, અનર્થકારી, પાપનું મૂળ, દુર્ગતિદાતા, કષાયને વધારનાર, એવો દુ:ખરૂપ પરિગ્રહ તે ખરેખર નાશવંત છે. અનિત્ય છે તે શરણભૂત થનાર નથી. વળી આ ઔદારિક શરીર અશુચિનો ભંડાર છે. અનર્થકારક પરિગ્રહ તથા ક્ષણભંગુર શરીર જાણી તેના ઉપરથી મૂર્વાભાવ ત્યાગી, આત્મસ્વરૂપનું હંમેશાં ચિંતન કર. - ધન્ય છે તે મહાપુરુષોને જે નિર્મલ પંચમહાવ્રત ધારણ કરી પાંચ સમિતિ, ત્રણગુણિયુક્ત થઈ વીતરાગધર્મને આરાધી રહ્યા છે ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76