Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 14
________________ પાપ શદ્ધિની પ્રક્રિયા સંક્ષેપમાં નહીં પણ મધ્યસ્થ પ્રયત્નથી આલોચના રોચક બનાવવા નમ્ર પ્રયત્ન કરેલ છે. તથા બીજા વિભાગમાં દીક્ષાર્થીની આલોચના, તપની આલોચના, લઘુ શ્રમણ આલોચના તથા ભૂતકાલે કરેલા પાપની આલોચના (પદ્માવતી - આરાધના) તથા ત્રણ મિનિટની તૈયારી’ જેવી અત્યંત સોર્ટ આલોચના પણ મૂકવામાં આવી છે. મરણાંત સમય નજીક જણાય ત્યારે મોટી આલોચના કરાવવા જેટલો સમયાવકાશ ન હોય ત્યારે ત્રણ મિનિટની તૈયારી’ શીર્ષક હેઠળ લખાયેલ આલોચના કરાવવાથી આરાધક બનાવી સદ્ગતિ પમાડવાનું નિમિત્ત પણ બની શકાય છે. તદુપરાંત સર્વથા સંથારાનો તથા સાગારી સંથારાનો વિધિ અને થોડા ઉપદેશીક સ્તવનો પણ મૂકવામાં આવ્યા છે. લીધેલા વ્રતના શુદ્ધિકરણ માટે દરેક ભવ્યાત્માએ આલોચના અવશ્ય કરવી જોઈએ દર પંદર દિવસે અથવા મહિનામાં ૧ વખત, તે ન બની શકે તો ચાર મહિને ૧ વખત, અને તે પણ ન બને તો વરસે ૧ વખત સંવત્સરિના દિવસે વ્રતશુદ્ધિના અર્થે આલોચના અવશ્ય કરવી જોઈએ તદુપરાંત સંથારો આદરતા અગાઉ કે મરણ સમય નજીક જણાય ત્યારે જાતે થઈ શકે તો જાતે નહીંતર અન્ય પાસેથી સાંભળીને હાર્દિક ભાવે આલોચના કરવાથી આત્મા આરાધક થઈ સદ્ગતિ પામે છે. આલોયણાની પુસ્તિકાના સર્જનમાં સંપત્તિનું યોગદાન આપી સુકૃતના સહભાગી થનાર સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ... ! પુસ્તિકાનું પ્રિન્ટીંગ કામ સુંદર રીતે ઝડપથી કરી આપનાર જયંત પ્રિન્ટરી - મુંબઈવાળા છોટુભાઈ ગાલાનો હાર્દિક આભાર માનવાનું આ તકે કેમ ભૂલાય ? અંતમાં ભવજલ તારક, પાપ નિવારક આ વિવિધ આલોયણાના ચિંતન - મનન દ્વારા ભવ્યઆત્મા પાપનિવૃત્તિ લઈ સદ્ગતિ પામે અને પરંપરાએ પરમ ગતિને પામે તેવી શુભ ભાવના.... તા. ૧૫-૪-૯૫ - ભાસ્કરજી સ્વામી શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર માઉન્ટ આબૂ (રાજસ્થાન). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76