Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 13
________________ પાપ શક્કિળી પ્રક્રિયા. તૃતીય આવૃત્તિ વેળાએ કંઈક..! | શ્રાવક કુલમાં જન્મ લેવા માત્રથી શ્રાવકપણું પ્રાપ્ત થઈ નથી જતું. સાચું શ્રાવકપણું તો વ્રત પાલનમાં રહેલું છે. વ્રત સ્વીકાર દ્વારા ભોગ સુખની સામગ્રીનો અંશત: ત્યાગ કરીને શ્રાવક યથાશક્તિ વ્રત સ્વીકાર કરે છે. અને તેનું સમ્યફપાલન કરવા પ્રયત્નશીલ રહે છતાં છદ્મસ્થભાવ તથા અનુપયોગપણે વ્રતમાં અતિચારાદિ દોષ લાગી જાય છે તે દોષોની શુદ્ધિ કરવા માટે આલોચનાનું વિધાન કરાયેલ છે. • આલોચના એટલે પોતાના આત્મદોષોનું નિરીક્ષણ કરી, ગુરૂ સમક્ષ લાગેલા દોષ કબૂલી તેનાથી નિવર્તવું. અતિચારાદિ દોષના સેવનથી દૂષિત થયેલા વ્રતોને નિર્મલ કરવા માટે જ આલોચના કરવાની છે. આલોચના કરીને પ્રાયશ્ચિત કરનાર આત્મા આરાધક બને છે. આધક આત્મા હૃદયપૂર્વક બારવ્રતનું પાલન કરે તો જઘન્ય ત્રીજા ભવે ઉત્કૃષ્ટ પંદરમા ભવે મોક્ષે જાય છે. આવી વ્રતને નિર્મલ કરનારી આલોચના આજ થી લગભગ ૭૧ વરસ અગાઉ વિ.સં. ૧૯૮૦માં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી એ લીંબડી મુકામે વસંતપંચમીના દિવસે સંપૂર્ણ તૈયાર કરેલ. તેનું ૨૭ વરસ બાદ સુવ્યવસ્થિત સંપાદન કરીને વિ.સં. ૨૦૦૭માં પૂ. આચાર્ય ભગવંત શ્રી રૂપચન્દ્રજી સ્વામીએ પુસ્તક સ્વરૂપે આમ જનતાના શ્રેયાર્થે જાહેરમાં મૂકેલ ત્યાર બાદ ૨૩ વરસ પછી વિ.સં. ૨૦૩૦ ને વિ.સં. ૨૫CCમાં આજ થી ૨૧ વરસ પેલાં પુસ્તિકાની માંગ વધતાં પૂ. તત્વજ્ઞ ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીએ તે જ પુસ્તિકાની દ્વિતીયાવૃત્તિ લોકો સમક્ષ મૂકી. | આ નાની છતાં યાવત્ જીવન અને મરણાંત સમયે ઉપયોગી તેવી પુસ્તિકાનું નવું સંસ્કરણ કરવું અત્યંત જરૂરી હોઈ, ૨૧ વરસ બાદ તૃતીયાવૃત્તિ તૈયાર કરેલ છે તેમાં દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવને લક્ષમાં રાખી આલોયણાના મૂળસ્વરૂપને ન બદલાવતાં ફક્ત સમયાનુસાર ઘટતો સુધારો -વધારો કરવામાં આવેલ છે. જૂની ભાષા સુધારી નવી સ્ટાઈલથી લખેલ છે. પહેલાં કરતાં થોડું સંક્ષેપમાં આલેખન કરેલ છે. આ રીતે અતી વિસ્તારથી નહીં તેમ અત્યંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76