Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 11
________________ = પાપ શુદ્ધિની પ્રક્રિયા તેઓશ્રીની જ્ઞાન પિપાસા અને જિજ્ઞાસાવૃત્તિ એટલી બધી તીવ્રહતી કે જે કંઈ નવું સાંભળવાનું મળતું તેને તરત જ નોંધ પોથીમાં ટપકાવી લેતા. તેઓશ્રીના હસ્તાક્ષરો પણ એટલા સુંદર અને મરોડવાળા હતા કે જોનારને પ્રથમ દૃષ્ટિએ તો જાણે છાપેલાં જ હોય તેવા જણાય. તેઓશ્રીએ પોતાના સ્વહસ્તે જ સવા લાખ પ્રમાણ જેટલા શ્લોકોનું આલેખન કરેલ હશે. સ્વર્ગસ્થ મહારાજશ્રી વીરજી સ્વામીને મન એટલી તીવ્ર ભાવના હતી કે આ શ્રાવક આલોયણા પુસ્તક છપાવીને પ્રસિદ્ધિમાં મૂકાય તો અનેક ભાવિકો તેનો લાભ લઈ શકે, પણ તેઓશ્રીની હયાતિ દરમિયાન તેઓશ્રીની આ ઈચ્છા બર ન આવી. તેઓશ્રી મીઠી પેશાબના દર્દી હતા. વિ.સં. ૨૦૦૦નું ચાતુર્માસ જેતપુર (સૌરાષ્ટ્ર)માં પૂ. આચાર્યાદિ સાત ઠાણાઓ સાથે કર્યું. ચાતુર્માસ અનેક કલ્યાણકારી અને ધાર્મિક કાર્યોથી પૂર્ણ થયું. બાદ શ્રી વીરજી સ્વામીના શરીરમાં વ્યાધિએ જોર પકડ્યું. ધીમે ધીમે વ્યાધિ ઉગ્ર બનતો ગયો અને અનેક ઉપચારો, પૂજ્ય આચાર્ય વગેરે તેમના મુનિઓ તથા જેતપુરના શ્રી સંઘની અવિરત સેવા અને શ્રમ છતાં “જેની તૂટી તેની બૂટી નહિ' એ ન્યાયે સં. ૨૦૦૧ના પ્રથમ ચૈત્રી પૂર્ણિમાની રાત્રિએ તેઓશ્રી સમાધિપૂર્વક સ્વર્ગસ્થ બન્યા. આવી રીતે આયુષ્યની ક્ષણભંગુરતા જોતાં પૂ. આચાર્યશ્રીને આ પુસ્તક પ્રસિદ્ધ કરવાની મેં ઈચ્છા જણાવી. તેઓશ્રીએ સહાનુભુતિ આપી અને મુનિશ્રી નવલચન્દ્રજી તથા મુનિશ્રી કેવલચન્દ્રજીએ પૂર્ણ પ્રેરણા કરી અને એ રીતે આ પુસ્તક વાંચકોના કરકમલમાં મૂકવા માટે હું શક્તિશાળી થયો છું. Jain Education International ૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76