________________
પાપ શુદ્ધિની પ્રક્રિયા
સૌ પ્રથમ તો સ્વર્ગસ્થ વિદ્વાન્ મુનિરાજશ્રી હીરજીસ્વામીએ આ પુસ્તકનું આલેખન કરેલ, પરંતુ તે અવ્યવસ્થિત અને ભાષાની દૃષ્ટિએ રોચક ન હતું.
અત્યારે બોંતેર વર્ષ જેટલા દીર્ઘ દીક્ષા-પર્યાયવાળા અને ૮૭
વર્ષની વૃદ્ધવયવાળા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ ગુલાબચન્દ્રજી સ્વામી તથા તેના લઘુ બંધુ કવિવર્ય મહારાજશ્રી વીરજી સ્વામીએ આ ગ્રન્થનું ચીવટપૂર્વક સંશોધન કર્યું અને તૂટી તથા અશુદ્ધિ દૂર કરી તેમ જ વિસ્તારપૂર્વક લખી અને વિ.સં. ૧૯૮૦ માં, લીંબડી શહેરમાં જ, વસંત પંચમીને દિવસે આ ગ્રન્થનું સ્વહસ્તે જ શુદ્ધ લખાણ પૂર્ણ કર્યું.
પૂ.આ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આજે ૮૭ વર્ષની વૃદ્ધવયે પણ જોમ અને ઉત્સાહથી ધાર્મિક ક્રિયાઓ કરી રહ્યા છે. છેલ્લા વર્ષ સવા વર્ષથી તેઓશ્રીને લકવાની અસર થઈ છે એટલે સ્વહસ્તે લેખનાદિ ક્રિયા થઈ શક્તી નથી, છતાં અન્ય જિજ્ઞાસુઓ ધારા ધાર્મિક પ્રવૃત્તિઓ કરાવ્યા જ કરે છે. હાલમાં તેઓશ્રી સપરિવાર લીંબડીમાં જ સ્થિરવાસ છે.
પૂ. આચાર્યદેવશ્રી ૧૦૦૮ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા તેમના લઘુ બંધુ અને મારા ઉપકારી ગુરુદેવ સ્વ. સ્થવિરપદભૂષિત કવિવર મહારાજશ્રી વીરજી સ્વામીએ શાસ્ત્રજ્ઞ પૂજ્યશ્રી નથુસ્વામીજી પાસે વિ.સં. ૧૯૩૬માં મહા સુદિ ૧૦ ને ગુરુવારના રોજ કચ્છ અંજારમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. બાદ ચાર ચોમાસાં તેઓશ્રીએ ગુરૂ સાથે જ કર્યાં. વિ.સં. ૧૯૪૦માં ગુરૂશ્રી નથુજી સ્વામીનો વિયોગ થતાં લીંબડી સંપ્રદાયના અન્ય મુનિવરો સાથે રહી જ્ઞાન સંપાદન
કર્યું.
Jain Education International
૪
For Personal & Private Use Only
www.jainelibrary.org