________________
ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી નથી
૨૫૯
अन्यत्र तु मध्यन्दिनोल्काप्रकाशवदग्रहणमस्मदादिनयनरश्मेः । अयं तु विशेषः उल्कारूपस्य दिवाकरकरविभवाभिभूतत्वादग्रहणं, नयनरश्मिरूपस्य त्वनुद्भूतत्वादेवेति । यत्तु काचाभ्रपटलस्फटिकान्तरितपदार्थोपलम्भनं, तत्र काचादीनां केषांचित् अतिस्वच्छत्वात् केषांचिच्च ससुषिरत्वाच्चाक्षुषतेजःप्रसरनिरोधकौशलं नास्तीति नाप्राप्यकारित्वं चक्षुषस्तावता भवति ।
29. શંકાકાર – પ્રત્યક્ષ વડે નયનનું તેજ કેમ ઉપલબ્ધ થતું નથી ?
નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ઉદ્દભવ, અભિભવ વગેરેને લીધે દ્રવ્યો અને ગુણોની વિચિત્ર દશાઓ થાય છે. ઉદાહરણથ, ચારે બાજુ પ્રસરતા, શીતસપના આશ્રયભૂત પુષ્કળ દ્રવ્યથી જલથી) હેમન્ત અને શિશિર બને ઋતુઓ વ્યાપ્ત હોય છે, કારણ કે આધાર વિનાના શતસ્પર્શગુણની ઉપલબ્ધિ થતી નથી, ત્યાં જલદ્રવ્ય હેવા છતાં શીતપર્શની જ ઉપલબ્ધિ થાય છે. શુક્લ રૂપની ઉપલબ્ધિ થતી નથી. તેજસ્ દ્રવ્ય નિરર્ગલ ખૂબ જ વિસ્તરતાં ગ્રીષ્મ ઋતુ થાય છે, ત્યાં તેજસ દ્રવ્ય હેવા છતાં તેના ગુણ ઉણસ્પર્શનું જ ગ્રહણ થાય છે, ભાસ્વરૂપનું ગ્રહણ થતું નથી. સુવર્ણ આદિ તેજસ દ્રવ્યમાં ભાસ્વર રૂપનું ગ્રહણ થાય છે, ઉષ્ણસ્પર્શનું ગ્રહણ થતું નથી. ઉધકાન્તર્ગત તેજસ્ દ્રવ્યમાં ઉષ્ણસ્પર્શને અનુભવ થાય છે, ભાસ્કર રૂપને અનુભવ થતો નથી. એ જ રીતે અહીં ચક્ષુમાંથી નીકળતાં કિરણોમાં–તેજસ્ દ્રવ્યમાં રૂપ અને સ્પર્શ બને અનુભવાતા નથી, એટલે શેને અનુભવીએ ? અને કહ્યું પણ છે કે “દષ્ટ અને અનુમિત અર્થોને તમે આવા થાવ અને આવા ન થાવ એવો વિધિ કે નિષેધ કરે પ્રમાણેએ ઘટતો નથી, કારણ કે પ્રમાણેનું કામ તે અર્થોના તત્ત્વને – સ્વભાવને જ ગ્રહણ કરવાનું છે. વળી, સર્વત્ર ચક્ષુકિરણની અનુપલબ્ધિ નથી. કેટલીક વાર બિલાડા વગેરે નિશાચર પ્રાણુઓ જ્યારે રાત્રે ઘોર અંધકારથી ઘેરાયેલા ઘરમાં સંચરે છે ત્યારે તેમની ચક્ષુનું ભાસ્વર રૂપ ધરાવતું તેજ દૂર સુધી પ્રસરતું આપણને જણાય છે જ. અન્ય પ્રાણીઓની બાબતમાં, મધ્યાહૂને જેમ ઉલ્કાપ્રકાશનું ગ્રહણ નથી થતું તેમ આપણું ચક્ષુકિરણોનું ગ્રહણ નથી થતું – ફેર માત્ર એટલે કે સૂર્યકિરણના પ્રતાપથી અભિભૂત થવાને કારણે ઉકાના રૂપનું ગ્રહણ નથી થતું જ્યારે ચક્ષુકિરણનું રૂપ અનુદ્દભુત હોવાથી તેનું ગ્રહણ નથી થતું. કાચ, અબરખ, સ્ફટિકથી અન્તરિત પદાર્થોનું ગ્રહણ ચક્ષુ કરે છે તેમાં કાચ વગેરેમાંથી કેટલાક અતિવચ્છ હેવાને કારણે અને કેટલાક છિદ્રાળુ હેવાને કારણે કાચ વગેરે ચાક્ષુષ તેજના પ્રસારને અવરોધ કરી શકતા નથી, એટલે કાચ વગેરેથી અન્તરિત ૫દાર્થોનું ચક્ષુરિન્દ્રિય ગ્રહણ કરે છે એટલા માત્રથી ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી નથી બની જતી.
30 यत्त कुतो नयनरश्मेरीदृशी गतिर्गगनमाक्रम्य यद्गभस्तिमालिनं स्पृशति, न प्रतिहन्यते च सावित्रेण वेगवता तेजसेति । उक्तमत्र दृष्टानुमितानां नियोगप्रतिषेधानुपपत्तिरिति । कार्यसत्तया हि तथाविधं कारणं कल्प्यते, यद् दूरमपि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org