________________
૨૮૦ ઉત્પત્તિ પૂર્વે કાર્ય સત છે પણ અનભિવ્યક્ત છે એ સાંખ્ય મત અને તેનું ખાન
96. વસ્તુ અનુભયાત્મક તે છે જ નહિ. એટલે, પરિશેષાનુમાનથી કાર્ય (ઉત્પત્તિ પૂર્વ) સત્ જ છે.
નૈયાયિક – જે કાર્ય ઉત્પત્તિ પૂર્વે સત હોય છે ત્યારે ઉપલબ્ધ કેમ થતું નથી.
સાંખ્ય – અનુમાનથી જે ઉપલબ્ધ હોય છે તે શું અનુપલબ્ધ હોય છે ? ત્યારે કાર્ય પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતું નથી કારણ કે તે ત્યારે અનભિવ્યક્ત હોય છે. કાર્યની અભિવ્યક્તિનું સંપાદન કરવામાં જ કારના પ્રયત્નનું સાફલ્ય છે. કાર્ય તે સત જ હેય છે.
નૈયાયિક – આના પ્રતિષેધમાં અમે કહીએ છીએ કે કયા રૂપે કાર્યને તમે ત્યારે (= ઉત્પત્તિ પૂર્વે) સત માને છે ? જે કારકવ્યાપાથી ઉત્પન્ન થયેલ જલાહરણ આદિ અર્થક્રિયા કરવાને સમર્થ અને પૃથુ-બુનેદરાકારવાળા રૂપે ચાકડાના માથા ઉપર સ્થિત ઘટ તે વખતે અસ્તિત્વ ધરાવતું હોય તો તે વખતે તે અભિવ્યક્તરૂપે અસ્તિત્વ ધરાવતા હોવાથી કારકોના વ્યાપારનું અત્યંત વૈફલ્ય આવી પડે, અને વળી કારકોને વ્યાપાર ન વિરમવાની આપત્તિ પણ આવે કારણ કે શું પામીને કારકે અટકે છે, કેમકે કાર્ય તે પહેલેથી જ પ્રાપ્ત છે.
97. બથ ગૃપિષ્યવેગ તદ્દાની ઘટોડસ્તીતિ તે, તëિ ન ઘસી તાની घटोऽस्ति, मृत्पिण्ड एवासावस्ति । न हिं अन्यरूपेणान्योऽस्तीति शक्यते वक्तुम् । उष्ट्रोऽप्यसन् मृत्पिण्डरूपेणास्तीति स्यात् ।
97. જો તમે કહે કે મૃપિંડરૂપે તે વખતે ઘટનું અસ્તિત્વ છે તે અમારે કહેવું જોઈએ કે તે વખતે ઘટનું અસ્તિત્વ નથી, મૃપિંડનું જ અસ્તિત્વ છે. અન્યના રૂપથી અન્યનું અસ્તિત્વ છે એમ કહેવું શક્ય નથી. [જે સ્વરૂપથી અસત ઘટ મૃપિંડરૂપથી ત્યારે અસ્તિત્વ ધરાવતા હોય તે સ્વરૂપથી] અસત ઊંટ પણ મૃપિંડરૂપથી ત્યારે અસ્તિત્વ ધરાવે છે એમ માનવું પડે.
98. अथोष्ट्ररूपमुत्तरकालमपि न निर्वय॑ते, घटस्तु ततो निवर्त्यते । यद्येवं, यदैवासौ निर्वय॑ते तदैवास्ति, न ततः पूर्वमिति ।
98. સાંખ્ય – મુસ્પિડમાંથી ઉત્તરકાળે ઊંટરૂપ ઉત્પન્ન થતું નથી પણ ઘટ તે મૃસ્પિડમાંથી ઉત્તરકાળ ઉત્પન્ન થાય છે. [એટલે ત્યારે મૃપિંડરૂપથી ઘટ અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય પણ ત્યારે મૃપિંડરૂપથી ઊંટ અસ્તિત્વ ધરાવે છે એમ ન કહી શકાય].
યાયિક - જો એમ હોય તે જ્યારે ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે જ તેનું અસ્તિત્વ છે, ઉત્પત્તિ પહેલાં નથી.
99. શા પૂર્વ રાજ્યમના તસ્યસ્તિત્વમાનીમથવાભના જિયતે इति । तदप्यनुपपन्नम् , अभिव्यक्तिरपि तत्स्वरूपाद् भिन्नाऽभिन्ना वा सत्यसती वेति विकल्प्यमाना न पूर्वोक्तं दोषमतिवर्तते ।
. સાંખ્ય – ઉત્પત્તિ પહેલાં શક્તિરૂપે ઘટનું અસ્તિત્વ છે, અત્યારે અભિવ્યકિતરૂપે તેને અસ્તિત્વમાં લાવવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org