Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 382
________________ ૩૫૮ આત્મજ્ઞાન મોક્ષનું કારણ છે એ ન્યાયમત ઉત્તરમાં જણાવવાનું કે અક્ષપાદનાં વચનમાંથી. અક્ષપાદે આ પ્રમાણે ઉપદેશ આપે છે – આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે' [ન્યાયસૂત્ર ૧.૧.૧]. આ ઋષિએ નિપ્રમાણુક અર્થને ઉપદેશ આપ્યો છે એવું નથી, એટલે એમાં પ્રમાણ હોવું જોઈએ. તે પ્રમાણ છે વેદિક વિધિવાક્ય – “આત્માને જાણે જોઈએ.” આ વિધિ અધિકાર વિનાની હોય નહિ કારણ કે અધિકાર વિનાની વિધિ પ્રયોગગ્ય હેતી નથી. તેથી આ વિધિના અધિકારને શોધવાનું શરૂ કરવું જોઈએ. પરપ્રકરણમાં આ વિધિનું પરિપઠન ન હોઈ, સમિધાદિ વિધિની જેમ પ્રધાન અધિકારમાં તેને સમાવેશ થતો નથી. એટલે વિવજિત - અધિકરણન્યાયે સ્વર્ગકામ અધિકારીને જે અહીં ગ્રહણ કરવાને અમે નિર્ણય કરીએ છીએ તેવી જ “તે ફરી જન્મતો નથી' એ અર્થવાદે આપેલી અપુનરાવૃત્તિ જ મનમાં આવે છે--જેમ રાત્રિ સત્રમાં અર્થવાદશત પ્રતિષ્ઠા મનમાં આવે છે તેમ –, એટલે તે અપુનરાવૃત્તિને જ ફળરૂપે અમે જણાવીએ છીએ. અને આ અપુનરાવૃત્તિ સાધ્યમાન હોવા છતાં સ્વરૂપથી શાશ્વતી પ્રકાશે છે, તે સ્વર્ગની જેમ નાશવંત નથી. 68. ननु दृष्टप्रयोजनालामे सति अदृष्टप्रयोजनपरिकल्पनावसरः । इह च दृष्टमेव प्रयोजनमात्मज्ञानस्य कर्मप्रवृत्तिहेतुत्वमुपलभ्यते । नित्येनात्मना विना भूतेष्वेवाचेतनेषु श्मशानावधिषु बहुवित्तव्ययायाससाध्यानि को नाम ज्योतिष्टोमादिकर्माण्यनुतिष्ठेदिति नित्य आत्मा परलोकी ज्ञातव्यः । एवं हि निर्विशङ्कः कर्मसु प्रवर्ततेति । 68. શંકાકાર – જ્યારે દષ્ટ પ્રયોજન પ્રાપ્ત ન હોય ત્યારે અદષ્ટ પ્રજનની કલ્પના કરવાનો અવસર છે. અહી તે યજ્ઞકર્મ રૂપ પ્રવૃત્તિમાં આત્મજ્ઞાનની હેતુતારૂ૫ દષ્ટ જ પ્રયોજન આત્મજ્ઞાનનું ઉપલબ્ધ છે. આત્મા નિત્ય ન હોય તે અચેતન ભૂત તો રમશાન સુધી જ અસ્તિત્વ ધરાવે, પરિણામે ઘણું ખર્ચ અને શ્રમથી સાથ જ્યોતિ ટોમ વગેરે કર્મોનું અનુષ્ઠાન કેણું કરે ? એટલે આત્મા નિત્ય જ છે જે પરલોકમાં જાય છે એમ જાણવું જોઈએ. આમ જાણતાં, શંકારહિત થઈ માણસ યજ્ઞકર્મોનું અનુષ્ઠાન કરે છે. [આમ આત્મજ્ઞાનનું પ્રત્યે જન મેક્ષપ્રાપ્તિહેતતા નથી પણ યજ્ઞકર્મ પ્રવૃત્તિહેતુતા છે]. 69. तदिदमनुपपपन्नम् , अन्यत एव सिद्धत्वात् । प्रत्यभिज्ञाप्रत्यक्षप्रत्ययेन जैमिनीयैः, अनुमानमहिम्ना च नैयायिकादिभिरात्मा नित्य इति निश्चित एव । किमत्र विधिः करिष्यति ? इतिकर्तव्यताकलापोपदेशश्च तदानीमत्यन्तनिष्प्रयोजनः स्यात् । अमी च तथा नामातिमहान्तो वेदग्रन्था इयत्येव पर्यवसिता इति । तदिदमुपनत सेयं महतो वंशस्तम्बाल्लट्वा निष्कृष्यते इति । तस्मादर्थवादसमर्पितमपुनरावृत्तिरूपमेव फलमात्मज्ञानविधिरवलम्बत इत्येवं केचित् ।। 69. અન્ય કોઈ – આ ઘટતું નથી, કારણ કે બીજી રીતે આત્માનું નિયત પુરવાર થયું છે. પ્રત્યભિજ્ઞારૂપ પ્રત્યક્ષ જ્ઞાનથી જૈમિનિના અનુયાયીઓએ અને અનુમાનના મહિમાથી નૈયાયિક વગેરેએ આત્મા નિત્ય છે એ નિશ્ચિત કર્યું છે. તો અહીં ['આત્માને જાણવો જોઈએ એવું વિધિ શું કરશે ? [કંઈ જ નહિ.] ઉપાસના વગેરેનાં કમનું પ્રતિપાદન કરનારા વાવિશેષે તે વખતે અત્યત નિષ્ણજન બની જાય અને આ અતિમહાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450