Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
૩૮૮ અર્થગ્રહણવાડીએ પણ અર્થગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ સ્વીકારવું જોઈએ અને ઘટ વગેરે અર્થો ઉત્પન્ન થયા હોય તે પણ પ્રકાશને અભાવ હોય કે પ્રતિબંધકને અભાવ ન હોય તે તે કારણે તે અર્થોનું ગ્રહણ થતું નથી. પરંતુ જ્ઞાન ઉત્પન્ન થવું હોય તો તે જ્ઞાનના ગ્રહણમાં કઈ જ પ્રતિબંધક નથી જ્ઞાનને અન્ય પ્રકાશની અપેક્ષા નથી, કારણ કે જ્ઞાન દીપની જેમ સ્વતઃ જ પ્રકાશસ્વભાવ છે. તેથી જ્યારે જ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યારે જ જ્ઞાનનું ગ્રહણ અવશ્ય થાય જ, જે ત્યારે જ જ્ઞાનનું ગ્રહણ ન થાય તે કાલાન્તરે પણ ન જ થાય.
141. किं हि तस्य कालान्तरे भविष्यति ? किं वा तदा नाभूद् येन तत् कालान्तरे ग्रहीष्यते, तदा च न गृह्यते इति ? ज्ञानान्तरेण कालान्तरे तद् ग्रहीष्यते इति चेत् , तदपि केन ग्रहीष्यते ? अन्येनेति चेत् , तदप्यन्येनेति कोऽवधिः १ श्रम इति चेत्, कामं श्रान्तो विरंस्यति भवान्, अर्थ तु न गृहीतवानेव, प्रकाशाग्रहणे तत्प्रकाश्यपरिच्छेदायोगादित्येवं न कदाचिदर्थग्रहणं स्यात् । तस्मादर्थग्रहणवादिनाऽपि पूर्व ज्ञानग्रहणमवश्याश्रयणीयम् । यथोक्तम्
अप्रत्यक्षोपलम्भस्य नार्थदृष्टिः प्रसिद्धयति । इति । [ ]
अतश्चैतदेवं, ज्ञानपृष्ठेन चोत्तरकालभाविप्रत्यवमर्शदर्शनात् । 'ज्ञातो मयाऽयमर्थः' इति हि प्रत्यवमृशन्तः प्रमातारः प्रथमं ज्ञानग्रहणमनुमोदन्ते । न ह्यगृहीतविशेषणा विशेष्यबुद्धिर्भवति । तस्मादपि पूर्व ज्ञानग्रहणमिति सिद्धम् ।
141. શું તેનું (= જ્ઞાનનું) ગ્રહણ કાલાન્તરે થશે ? તે શું ત્યારે (= ઉત્પત્તિકાળે) ન હતું જેથી ત્યારે તેનું ગ્રહણ થતું નથી પણ કાલાન્તરે તેનું ગ્રહણ થાય છે ? [તમે કહેશો કે તેનું ગ્રહણ ઉત્પત્તિકાળે ન થવાનું કારણ એ નથી કે ત્યારે તે ન હતું પણ એ છે કે તેને ગ્રહણ કરવા બીજુ કઈ જ્ઞાન ત્યારે ન હતું, પરંતુ કાલાન્તરે તેને ગ્રહણ કરવા બીજું જ્ઞાન હોય છે, એટલે કલાતરે તેનું ગ્રહણ થાય છે. આમ] જો જ્ઞાનાન્તરથી તેનું કાલાન્તરે ગ્રહણ થશે એમ તમે માને તો તે જ્ઞાનાન્તર પણ કોનાથી ગૃહીત થશે ? તે અન્ય જ્ઞાનથી ગૃહીત થશે એમ જે તમે કહો તો તે અન્ય જ્ઞાન પણ અન્ય જ્ઞાનથી ગૃહીત થશે અને આમ એને અવધિ કયે ? જો કહે કે શ્રમ એને અવધિ છે તો અમે કહીશું કે ભલે થાકેલા આપ વિરમશે પરંતુ અર્થ તો અગૃહીત જ રહેશે કારણ કે પ્રકાશ અગૃહીત હોય ત્યારે તે પ્રકાશ વડે પ્રકાશ્યનું ગ્રહણ પણે ન થાય, એટલે એ રીતે અર્થનું ગ્રહણ કયારેય નહિ થાય. તેથી અર્થગ્રહણવાદીએ પણ અર્થગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ થાય છે એ
સ્વીકારવું જોઈએ, જેમકે કહ્યું છે કે “જેને જ્ઞાન પ્રત્યક્ષ થયું નથી તેને [તે જ્ઞાનના વિષયભૂત] અર્થનું દર્શન પણ થતું નથી” [
]. તેથી, આ આમ છે કારણ કે જ્ઞાન પછી તરત જ ઉત્તરકાળે પ્રત્યવમર્શ થતો દેખાય છે. “આ અર્થ મને જ્ઞાત થયે છે” એ આકારે પ્રત્યવમર્શ કરતા પ્રમાતાઓ પ્રથમ જ્ઞાનનું ગ્રહણું થાય છે એને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450