________________
૨૮૪ બુદ્ધિથી અધ્યવસિત અને પુરુષ દેખે છે એ સાંખ્ય મતનું ખંડન ચેતનત્વ સાંખ્યોએ સ્વીકાર્યું નથી એ તે બિચારાઓને તીવ્ર ભ્રમ છે. જે બોધ કરે છે, જાણે છે અને અધ્યવસાય કરે છે તે જ દેખે છે, તે જ ચેતનાથી પ્રકાશે છે. અહીં વસ્તુભેદ કે સ્વરૂપભેદ અમે દેખતા નથી (અર્થાત સાંખ્યકલ્પિત બુદ્ધિ અને પુરુષ બે જુદાં તો નથી, એક જ તત્વ છે). બુદ્ધિ બંધ કરે છે, જાણે છે, અધ્યવસાય કરે છે જ્યારે પુરુષ દેખે છે, ચેતનાથી પ્રકાશે છે એમ છેતવા માટે અથવા અણસમજથી કહેવાયું છે.
83. यच्चेदमुच्यते 'बुद्धयाध्यवसितमर्थं पुरुषः पश्यति' इति, तद् व्याख्येयं किमिदं तस्य द्रष्ट त्वमिति ? प्रतिबिम्बनमिति चेत् , किं स्वच्छे पुंसि वृत्तिमती बुद्धिः संक्रामति, उत वृत्तिमत्यां बुद्धौ पुमानिति ? तत्र चितिशक्तिरपरिणामिन्यप्रतिसंक्रमेति न बुद्धौ पुरुषस्य संक्रमणम् । बुद्धौ तु पुंसि संक्रान्तायामपि पुंसः किं वृत्तं येन द्रष्टा संपन्नः । द्रष्ट त्वं स्वभाव एवास्येति चेत् , किं बुद्धिप्रतिबिम्बनेन ? विशिष्टविषयावच्छेद इति चेत् , ततः पूर्वमनालम्बनं द्रष्ट्रत्वमघटमानमिति न नैसर्गिक द्रष्टुरूपत्वं पुंसः स्यात् । दर्शनशक्तिः स्वाभाविकीति चेन्न, तस्या भेदाभेदाभ्यां निरूपयितुमशक्यत्वात् । प्रतिबिम्बपक्षे च परस्परानुरागस्य तुल्यत्वादवियोगाच्च कथमिदं निर्धार्यताममी बुद्धिधर्माः, अमी पुंधर्मा इति । न हि तयोः पार्थगर्योन कदाचित् स्वरूपावधारणं वृत्तम् । अनवधारितकार्यभेदत्वाच्च नानात्वमपि तयोर्दुवचम् । चेतनाचेतनत्वाद् भोक्तृभोग्यत्वाच्च विस्पष्टं तयोर्नानात्वमिति चेत् , न, ज्ञानादियोगित्वं च बुद्धेरचेतनत्वं चेति चित्रम् । अपि च कल्पयित्वाऽपि बुद्धिपुंसो नात्वम् बुद्धिधर्माः पुंसि पुंधर्माश्च बुद्धावारोपणीया इति किं भेदेन ? भेदे च बुद्धर्ज्ञानादियोगित्वेन चेतनत्वापत्तेरेकत्र कार्यकारणसंघाते चेतनद्वयमनिष्टं ઘસતે |
83. બુદ્ધિથી અધ્યવસિત અને પુરુષ દેખે છે” એમ સાંખ્યોએ જે કહ્યું છે તેને તેમણે સમજાવવું જોઈએ. પુરુષનું આ દ્રષ્ટાપણું શું છે ? પ્રતિબિંબ પડવું એ દ્રષ્ટાપણું હેય તો પ્રશ્ન ઊઠે છે કે શું સ્વછ પુરુષમાં વૃત્તિવાળી બુદ્ધિ સંક્રમણ કરે છે કે વૃત્તિવાળી બુદ્ધિમાં પુરુષ સંક્રમણ કરે છે ? પુરુષ અપરિણામી અને અપ્રતિમા છે, એટલે બુદ્ધિમાં પુરુષ સંક્રમણ કરતા નથી. હવે જે પુરુષમાં બુદ્ધિ સંક્રમણ કરતી હોય તો પણ તેથી પુરુષને શું થાય કે જેથી તે દ્રષ્ટા બને ? જો તમે સાંખે કહે કે દ્રષ્ટાપણું એ પુરુષને સ્વભાવ જ છે તે પછી બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડવાથી શું ? તેનાથી વિશિષ્ટ વિષયનું દર્શન થાય છે એમ જે તમે કહે તે અમે કહીશું કે વિશિષ્ટ વિષયના દર્શન પહેલાં અનાલંબન દ્રષ્ટાપણું અઘટમાન રહે છે, એટલે દ્રષ્ટાપણું પુરુષનું નૈસર્ગિક રૂપ નહિ બને. પુરુષમાં
સ્વાભાવિક દર્શનશક્તિ છે એમ જે તમે સાંખે કહે છે તે એગ્ય નથી કારણ કે દિનશક્તિ પુરુષથી ભિન્ન છે કે અભિન્ન એ બે વિકલ્પ વિચારતાં એક વિકલ્પ ઘટતો ન હે] દર્શનશકિતને પુરુષથી બિન પણ કહી શકાતી નથી કે અભિન્ન પણ કહી શકાતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org