________________
અભાવ છે તેની પ્રતિયોગિતા કોઈ સંબંધથી અવચ્છિન્ન ન હોય. તેનું કારણ એ છે કે ભૂતલ ઉપર ઘટ હોવા છતાં સમવાયેન ઘટો નાસ્તિ એમ કહી શકાય છે કે કપાલમાં ઘટ હોવા છતાં ત્યાં સંયોનેન ઘટનો અત્યંતાભાવ કહી શકાય છે. એટલે અહીં અત્યંતાભાવમાં સ્પષ્ટ કરવું જ પડે કે અભાવની પ્રતિયોગિતા ક્યા સંબંધથી લેવાની ઇષ્ટ છે ? જ્યારે પ્રાગભાવ કે ધ્વંસાભાવમાં આની સ્પષ્ટતા કરવાની જરૂર રહેતી નથી, કેમકે ધ્વસ્તસ્તુ ધ્વસ્ત: વ । સંચોળેનાપિ ઘટો ધ્વસ્તઃ, સમવાયેનાપિ ઘટો ધ્વસ્તઃ । ઘટ જ્યારે ધ્વંસ પામે ત્યારે એ તમામે તમામ સંબંધથી ધ્વંસ પામે. કોઈક સંબંધથી ઘટધ્વંસ થયો છે અને કોઈક સંબંધથી નથી થયો એવું ત્યાં બોલી શકાતું નથી. એ જ વાત પ્રાગભાવમાં પણ સમજવી. એટલે આ બે અભાવોની પ્રતિયોગિતા સંબંધાવચ્છિન્ન ન બને. એટલે હવે સમાપ્તિના જે બે કારણો વિઘ્નધ્વંસ અને વિઘ્નાત્યન્તાભાવ કહ્યા એમાં વિઘ્નાતંતાભાવ તો યત્કિંચિત્સંબંધાવચ્છિન્ન છે જ, એટલે તે તો સમાપ્તિનું કારણ બની જશે. પણ વિઘ્નધ્વંસ યત્કિંચિત્સંબંધાવચ્છિન્ન નથી, તે સમાપ્તિનું કારણ શી રીતે બને?
ઉત્તર : તમારી વાત સાચી છે પણ સાથે જ એ વાત ખ્યાલમાં રાખો કે જે ભૂતલ ઉપર ઘંટો ધ્વસ્ત: એવી પ્રતીતિ થાય છે ત્યાં જ ભૂતને પટો નાસ્તિ એવી પ્રતીતિ પણ થાય છે. એ જ રીતે ચક્ર ઉપર ઘટ-પ્રાગભાવની પ્રતીતિ થાય છે ત્યાં જ ચ પટો નાસ્તિ એવી પ્રતીતિ પણ થાય છે. એટલે પ્રાગભાવ કે ધ્વંસાભાવના અધિકરણમાં અત્યંતાભાવની પણ પ્રતીતિ થાય છે. માટે અમે કહીશું કે આત્મારૂપ અધિકરણમાં જેમ વિઘ્નધ્વંસની પ્રતીતિ થાય છે તેમ ત્યાં વિઘ્નો નાસ્તિ એવી અત્યંતાભાવની પણ પ્રતીતિ થાય છે. એટલે ભલે વિઘ્નધ્વંસની પ્રતિયોગિતા કોઈ સંબંધથી અવચ્છિન્ન ન હોય પણ ત્યાં જ પ્રતીયમાન વિઘ્નાત્યન્નાભાવની પ્રતિયોગિતા તો સમવાયસંબંધાવચ્છિન્ન છે જ. માટે આ રીતે વિઘ્નધ્વંસના સ્થાને વિઘ્નાત્યંતાભાવની પ્રતીતિ લઈને તમે આપેલી આપત્તિ અમે દૂર કરીશું.
યદ્યપિ પ્રાચીનો ધ્વંસ કે પ્રાગભાવના અધિકરણમાં અત્યંતાભાવની પ્રતીતિ માનતા નથી તથાપિ તેમનો એ સિદ્ધાન્ત અપ્રામાણિક છે, કેમકે ધ્વંસ-પ્રાગભાવની પ્રતીતિ જ્યાં થાય છે ત્યાં અત્યંતાભાવની પ્રતીતિ પ્રત્યક્ષસિદ્ધ છે.
ઉપરની વિચારણાથી એ નક્કી થાય છે કે વિઘ્નાત્યન્નાભાવ બે પ્રકારે છે : (૧) સ્વત:સિદ્ધવિઘ્નામત્ત્વાયુ : અને (૨) વિઘ્નધ્વંસપ્રયુō: - એટલે કે વિઘ્નધ્વંસાધિकरणे प्रतीयमानः ।
પ્રશ્ન ઃ તમે કહ્યું કે જ્યાં ધ્વંસની પ્રતીતિ હોય, મૂતને ઘટો ધ્વસ્તઃ એવું જ્યાં થાય ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૨૧)