________________
*kkMkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkh
એ
| संयोगादिश्चक्षुरादेरप्यस्त्यतो विशेषेति ।।
- મુક્તાવલી : હવે મુક્તાવલીકાર વિશેષ પદના નિવેશનું ફળ કહેવા માંગે છે. જો | ‘વિશેષ પદ ન મૂકે તો લક્ષણ આવું બને કે : શબ્દતરઉદ્ભૂતગુણનો જે અનાશ્રય હોય | અને જ્ઞાનકારણમનઃસંયોગનો જે આશ્રય હોય તે ઈન્દ્રિય કહેવાય. આ લક્ષણની | ચક્ષુરાદિમાં અવ્યાપ્તિ થઈ જાય છે. તે આ રીતે :
શબ્દતર ઉદ્દભૂત ગુણ સંયોગ ગુણ છે. તે સંયોગનો ચક્ષુરાદિ ઈન્દ્રિયો તો અનાશ્રય | નથી કિન્તુ આશ્રય જ છે. આમ લક્ષણની અવ્યાપ્તિ થાય છે.
હવે અહીં એક વિચાર ઊભો થાય છે કે “ઉદ્ભૂત એવો સંયોગ' કહ્યો એનો અર્થ | એ થયો કે સંયોગમાં ઉદ્દભૂતત્વ છે. હવે જો આ ઉદ્દભૂતત્વ જાતિ હોય તો સંયોગ ગુણમાં | તે જાતિ ન જ રહી શકે, કેમકે સંયોગમાં ઉદ્દભૂતત્વ રહે તે વાતમાં કોઈ પ્રમાણ નથી. . એટલે હવે સંયોગ એ ઉદ્દભૂત કહેવાય નહિ, અને તેથી શબ્દતર જે ઉદ્ભૂત ગુણ, તે | સંયોગ (કે વિભાગ) તો લઈ શકાય તેમ નથી, એટલે શબ્દતર ઉદ્ભૂત ગુણ રૂપાદિ જ લેવાય, તેનો તો ચક્ષુરાદિ અનાશ્રય છે જ. એટલે “વિશેષ' પદનો નિવેશ ન કરવામાં | આવે તો પણ ચક્ષુરાદિમાં અવ્યાપ્તિ થઈ જતી નથી, પછી કેમ “વિશેષ પદ મૂક્યું?
આના ઉત્તરમાં મુક્તાવલીકાર કહે છે કે ઉદ્ભૂતત્વ જો જાતિ હોય તો તે સંયોગમાં ન રહે અને તો જ ઉદ્ભૂત એવો સંયોગ ન બનતાં તેને લઈને આવ્યાપ્તિ ન આવે અને તેથી વિશેષ પદની જરૂર ન રહે. પણ ઉદ્ભૂતત્વ એ જાતિ નથી કિન્તુ ઉપાધિ છે. | અને તેથી ઉપાધિ તો સંયોગમાં રહી શકે છે. માટે ઉભૂત એવો સંયોગ બની શકે છે, | એટલે તે ઉદ્ભૂત સંયોગ ચક્ષુરાદિનો અનાશ્રય નથી જ, માટે આવ્યાપ્તિ આવે અને તેને
| દૂર કરવા “વિશેષ પદ મૂકવું જ પડે. ઉદ્ભૂત સંયોગ એ વિશેષગુણ નથી માટે તેને (8 | હવે લેવાય જ નહિ. ઉદ્ભૂત વિશેષગુણ તો રૂપાદિ છે. તેનો તો ચક્ષુરાદિ ઈન્દ્રિયો અનાશ્રય છે જ, એટલે હવે એ અવ્યાપ્તિ ન આવે.
હવે આ વાતના મૂળમાં એ વિચારણા પડેલી છે કે ઉદ્ભૂતત્વ એ જાતિ છે કે | ઉપાધિ?
આની સામે મુક્તાવલીકાર કહે છે કે ઉદ્ભૂતત્વ એ જાતિ નથી, કેમકે શુક્લત્વ સાથે | | તેનું સાંકર્મ આવે છે. શુક્લત્વને છોડીને ઉભૂતત્વ પ્રત્યક્ષ-ગન્ધમાં રહે છે. ઉદ્ભૂતત્વને છોડીને શુક્લત્વ પરમાણુના અનુભૂત શુક્લમાં રહે છે. અને ઉભૂતત્વ તથા શુક્લત્વ બે ય ઉદ્દભૂત શુક્લમાં રહે છે માટે ઉદ્ભૂતત્વ એ ઉપાધિ છે. ====
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૨૪૨) :