Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 274
________________ ઉત્તર : જો કૃન્દ્રિયસમ્વનું સામાન્યમ્ ।' એટલું જ કહીએ તો ધૂલીપટલને જોઈને સકળ ધૂમનું જે (ભ્રાન્ત) અલૌકિક પ્રત્યક્ષ થાય છે તે અનુપપન્ન થઈ જશે, કેમકે ઈન્દ્રિયસમ્બદ્ધ ધૂલીપટલ છે (ધૂમ નથી), તેમાં સામાન્ય ફૂલીપટલત્વ છે. હવે ધૂલીપટલત્વાત્મક સામાન્યથી કંઈ સકળ ધૂમનું અલૌકિક પ્રત્યક્ષ ન જ થઈ શકે. ઈન્દ્રિયસમ્બદ્ધવિશેષ્યકજ્ઞાનપ્રકારીભૂત સામાન્યને જો પ્રત્યાસત્તિ કહીએ તો ધૂલિપટલના પ્રત્યક્ષથી સકળ ધૂમનું (ભ્રાન્ત) અલૌકિક પ્રત્યક્ષ ઉપપન્ન થઈ જશે. તે આ રીતે : – ઈન્દ્રિયસંબદ્ધ = ધૂલિપટલ, એ છે વિશેષ્ય જેમાં તેવું જ્ઞાન = धूमत्वेन धूलिपटलं જ્ઞાનમ્ । તેમાં પ્રકારીભૂત ધર્મ = ધૂમત્વ ધર્મ. આ ધૂમત્વથી સકળ ધૂમનું અલૌકિક પ્રત્યક્ષ થઈ જાય છે. અહીં જે ઇન્દ્રિયસંબંધ કહ્યો છે તે લૌકિક લેવો, તથા આ બધી વાત બહિરિન્દ્રિય સ્થળે સમજવાની છે. માનસસ્થળે તો ‘ઈન્દ્રિયસંબદ્ધવિશેષ્યક' ન કહીએ અને ‘જ્ઞાનપ્રારીભૂતમ્ સામાન્યં પ્રત્યાક્ષત્તિ: ।' એટલું જ કહીએ તો પણ ચાલે, કેમકે ત્યાં મન-ઈન્દ્રિય સાથે વિષયના સંબંધની આવશ્યકતા નથી. અણુત્વેન યત્કિંચિત્ અણુની ઉપસ્થિતિ થઈ જતાં ‘પ્રથમણુઃ' એવા જ્ઞાનમાં પ્રકારીભૂત અણુત્વ સામાન્યથી સકળ અણુનું અળવ: એવું માનસ અલૌકિક પ્રત્યક્ષ થઈ જાય છે. એ જ રીતે શબ્દથી પિશાચવિશેષનું જ્ઞાન થઈ જતાં તેમાં પ્રકા૨ીભૂત પિશાચત્વ દ્વારા પિશાચા: એવું સકળ પિશાચવિષયક અલૌકિક માનસપ્રત્યક્ષ પણ થઈ જાય છે. માટે અલૌકિક માનસપ્રત્યક્ષમાં ‘જ્ઞાનપ્રકારીભૂતસામાન્ય એ પ્રત્યાસત્તિ છે' એટલું જ કહીએ તો ચાલે, અર્થાત્ ઈન્દ્રિયસમ્બદ્ધવિશેષ્યકજ્ઞાનપ્રકારીભૂતસામાન્યને પ્રત્યાસત્તિ કહેવાની ત્યાં જરૂર નથી. मुक्तावली : परन्तु समानानां भावः सामान्यं तच्च क्वचिन्नित्यं धूमत्वादि, क्वचिच्चानित्यं घटादि । यत्रैको घटः संयोगेन भूतले, समवायेन कपाले ज्ञातस्तदनन्तरं सर्वेषामेव तद्घटवतां भूतलादीनां कपालादीनां वा ज्ञानं भवति । तत्रेदं बोध्यम् । परन्तु सामान्यं येन सम्बन्धेन ज्ञायते तेन सम्बन्धेनाधिकरणानां प्रत्यासत्तिः । મુક્તાવલી : જેમ ધૂમત્વ-સામાન્યથી ધૂમત્વાશ્રય સકળ ધૂમનું અલૌકિક પ્રત્યક્ષ થાય ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૬૩)

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284