Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 282
________________ kisassadorshowcasessos dos costosowstawowa wstosowsbastados MkØØMkkÚkZZZZZZZZZZk×××××××××××××èÁZZZ2s | તો જ સૌરભત્વનું પણ લૌકિક પ્રત્યક્ષ થાત.) અને સૌરભત્વનું ભાન સામાન્ય લક્ષણાથી થઈ શકે તેમ નથી. કેમકે સૌરભત્વ એ જાત્યાત્મક પદાર્થ છે. માટે તેનું તો સ્વરૂપતા જ ભાન થાય. અર્થાત્ તેનો અવચ્છેદક કોઈ પ્રકારાત્મક ધર્મ બનવો જોઈએ તેવું નથી. આથી સૌરભત્વત્વેન ધર્મેણ સૌરભત્વનું સામાન્યલક્ષણાથી ભાન થાય એમ બોલાય નહિ. એટલે સૌરભત્વના ભાન માટે તો તેના કારણ તરીકે સૌરભત્વના સ્મરણાત્મક જ્ઞાન સ્વરૂપ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવો જ પડે. આથી સિદ્ધ થયું કે જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માન્યા વિના ચાલે તેમ નથી. વળી, સામે ધૂલિપટલને જોઈને તેમાં કોઈને ધૂમનો ભ્રમ થાય છે. અર્થાત્ ધૂમત્વેન | ધૂલિપટલનું જ્ઞાન માં ધૂમ: ઈત્યાકારક થાય છે. ત્યારબાદ ધૂમન યૂત્રિપટ«જ્ઞાન(પ્રમાત્મજ્જ) વાન્ગ = ધૂપં પથમિ = એવો અનુવ્યવસાય થાય છે. અહીં ધૂમવેન જે પુરોવર્સી પદાર્થનું ભાન છે તે અલૌકિક બ્રાન્ત પ્રત્યક્ષ સ્વરૂપ છે, તે શી રીતે થયું? સામે પુરોવર્સી પદાર્થમાં ધૂમત્વ તો છે નહિ, નહિ તો ધૂમત્વેન ધૂમનું સામાન્યલક્ષણા | સંનિકર્ષથી જ્ઞાન થાત. અનુવ્યવસાય જ્ઞાનમાં ધૂલિપટલનું જે ભાન (બ્રમાત્મક જ્ઞાન) છે તે જ્ઞાનલક્ષણા સંનિકર્ષ સિવાય થઈ શકતું જ નથી. અર્થાત્ ધૂમત્વેન પુરોવર્તી | પદાર્થનું ભાન એ ધૂમત્વેન ધૂલિપટલના જ્ઞાનરૂપ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ વિના શક્ય | નથી. માટે જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવો જ જોઈએ. અહીં પણ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ = મનઃસંયુક્તાત્મસમવેતજ્ઞાનલક્ષણા સંનિકર્થ સમજવો. कारिकावल्टी : योगजो द्विविधः प्रोक्तो युक्तयुञ्जानभेदतः ॥६५॥ युक्तस्य सर्वदा भानं चिन्तासहकृतोऽपरः । | मुक्तावली : योगज इति । योगाभ्यासजनितो धर्मविशेषः श्रुतिस्मृति पुराणादिप्रतिपाद्य इत्यर्थः । युक्तयुञ्जानभेदत इति । युक्तयुञ्जानरूप| योगिद्वैविध्याद्धर्मस्याऽपि द्वैविध्यमिति भावः ॥ ___युक्तस्येति । युक्तस्य तावद्योगजधर्मसहायेन मनसा आकाश| परमाण्वादिनिखिलपदार्थगोचरं ज्ञानं सर्वदैव भवितुमर्हति । द्वितीयस्य चिन्ताविशेषोऽपि सहकारीति ॥ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૧)

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284