Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 280
________________ watoshashashashwashwashawashxwwxxxsexsexxbuscadasexscosto escascostosowstawowbostadsbastosos costat कालान्तरीयदेशान्तरीयधूमे वह्निव्याप्यत्वसन्देहः सम्भवति । મુક્તાવલી : પ્રશ્ન : સામાન્ય લક્ષણા સંનિકર્ષ શા માટે માનવો પડે છે ? ઉત્તર : જો સામાન્ય લક્ષણા સંનિકર્ષ ન માનીએ તો ધૂમો વદ્વિવ્યાપ્યો ન વા એવો જે સંશય થાય છે તે અનુપપન થઈ જાય. મહાનસમાં એક ધૂમ-વતિનું ચાક્ષુષપ્રત્યક્ષ કર્યું ત્યાર પછી ઘણો વદ્વિવ્યાપ્યો ન વા એવો સંદેહ થાય છે. હવે અહીં મહાનસીય ધૂમમાં તો વહિવ્યાપ્યત્વનો નિશ્ચય છે જ એટલે આ સંદેહનો વિષય મહાનસીય ધૂમ તો નથી જ, તો પછી આ પ્રશ્ન થાય કે કયા ધૂમમાં વદ્વિવ્યાપ્યતાનો સંદેહ થાય છે? જો બીજા ધૂમમાં વહિવ્યાપ્યતાનો સંદેહ થતો હોય તો તે બીજા ધૂમોનું પ્રત્યક્ષ થવું જોઈએ, કેમકે જે વહિવ્યાપ્યત્વ ધર્મનો સંદેહ પડ્યો છે તે વદ્વિવ્યાપ્યત્વના આશ્રયભૂત ધર્મીનું પ્રત્યક્ષ આવશ્યક છે. હવે બીજા ધૂમોનું ચાક્ષુષપ્રત્યક્ષ તો થયું નથી, એટલે હવે આ સંદેહને ઉપપન્ન કરવા માટે એમ માનવું જ જોઈએ કે સામે દેખાતા મહાનસીય ધૂમમાં રહેલા ધૂમત્વ-સામાન્યથી ધૂમત્વાશ્રય યાવધૂમનું અલૌકિક પ્રત્યક્ષ થાય છે, તે જ રીતે વહ્નિત્વ-સામાન્યથી વાવવતિનું પણ અલૌકિક પ્રત્યક્ષ થાય છે અને તેથી બીજા જ | ધૂમોમાં બીજા વદ્ધિઓની વ્યાપ્યતાનો સંદેહ પડે છે. मुक्तावली : न च सामान्यलक्षणायाः स्वीकारे प्रमेयत्वेन सकलप्रमेयज्ञाने जाते सार्वज्यापत्तिरिति वाच्यम्, प्रमेयत्वेन सकलप्रमेयज्ञाने जातेऽपि | विशिष्य सकलपदार्थानामज्ञातत्वेन सार्वड्याभावात् ।। મુક્તાવલીઃ પ્રશ્ન : જો ધૂમત્વાદિ સામાન્યથી સકળ ધૂમાદિનું અલૌકિક પ્રત્યક્ષ થઈ | 8. J જાય તો પછી પ્રમેયત્વ સામાન્યથી દરેકને સકળ પ્રમેયનું અલૌકિક પ્રત્યક્ષ થઈ જશે. એમ થતાં દરેક વ્યક્તિ સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવશે. ઉત્તર : બરોબર છે. પણ પ્રમેયત્વેન સકળ પ્રમેયનું જ્ઞાન થવા છતાં સર્વજ્ઞત્વાપત્તિ નહિ આવે, કેમકે તત્ તત્ પ્રમેયનું વિશેષરૂપથી તો જ્ઞાન થયું જ નથી. અસ્તુ. આ રીતે “ધૂમો વદ્વિવ્યાપ્યો ન વા' એવા સંદેહની ઉપપત્તિ માટે સામાન્ય લક્ષણા | સંનિકર્ષ માનવો જ જોઈએ. 来来来来来来来来来来东北花来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来” T FTTTTTTT જૂિ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284